ગુજરાત(Gujarat): વિધાનસભામાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં પક્ષના નેતાની નિમણુક કરવાની કામગીરી ઘોંચમાં પડી હતી અને જેમાં આંતરિક વિવાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે આખરે કોંગ્રસે(Congress) ઊંઘમાંથી જાગી ગઈ છે અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા(Amit Chavda)ને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર(Shailesh Parmar)ને વિધાનસભાના પક્ષના ઉપનેતા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ બદલે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવી હતી, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. ઉલટાનું કોંગ્રેસને અગાઉની વિધાનસભાની ચૂંટણી કરતા ખુબ જ વધારે નુકસાન થયુ છે. બીજી બાજુ, કોંગ્રેસમાં આંતરિક ડખા એટલા વધી ગયા છે. ત્યારે આવામાં હવે કોંગ્રેસ અન્ય કોઈને નવા પ્રદેશ પ્રમુખ બનાવે તો નવાઈ નહિ. ત્યારે હવે કોંગ્રેસમા નવા પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાની શોધખોળ ચાલી રહી છે. જેમાં પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ નામો પર ચર્ચા બની તેજ:
મહત્વનું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ બદલી શકે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલ પ્રદેશ પ્રમુખ તરીકે પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા અને જીતુ પટેલનું નામ ખુબ જ ચર્ચામાં છે. જોકે, ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે કોંગ્રેસ પાટીદાર કાર્ડ અજમાવી શકે છે. મુખ્યમંત્રી જ્યારે પાટીદાર છે, ત્યારે કોંગ્રેસ પણ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખનુ પદ આપે તો નવાઈ નહી.
ઉલ્લેખનીય છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં સ્થિતિ બદલાઈ હતી. 2019 માં અમરેલી સીટ પરથી ખુદ પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા હતા અને આ ચુંટણી તેઓ જીતી ગયા હતા, જોકે 2022 ની ચૂંટણીમાં ભાજપ સામે તેમની હર થઇ હતી. મહત્વનું છે કે, પરેશ ધાનાણીની સૌરાષ્ટ્રમાં દિગ્ગજ નેતા તરીકે ગણના થાય છે અને ભૂતકાળમાં તેમણે ભાજપના મંત્રીઓને પણ હરાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.