સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત પ્રસરી રહ્યો છે ત્યારે દર કલાકે 100 જેટલા લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાઈ ચુક્યા છે. જયારે બીજી બાજુ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારની આજથી શરૂઆત થશે. એક બાજુ વેક્સીનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
બીજી બાજુ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 8,959 પોઝિટિવ આવનારમાંથી વેક્સીન લેનારા માત્ર 236 લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધો હોવાં છતાં 230 લોકો કોરોના સંક્રમિત થયા છે. જયારે 2 ડોઝ બાદ 6 લોકો સંક્રમિત થયા છે. જેથી સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
બીજી બાજુ, અમદાવાદમાં આવેલ SSG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં એકસાથે 8 બાળકો કોરોના પોઝિટિવ આવતા હોબાળો મચી જવાં પામ્યો છે. આ પરથી જણાઈ આવે કે, હવે બાળકોમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે. પીડિયાટ્રિક વોર્ડમાં છેલ્લા એક સપ્તાહમાં દરરોજના 6 જેટલા બાળકો સારવાર માટે આવી રહ્યાં છે.
જેથી હવે પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની સારવાર માટે નવુ એનકોઝર ઉભુ કરવામાં આવ્યું છે. આઈસોલેશન ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. જયારે બીજી બાજુ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ દેખાઈ રહ્યાં છે.
નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા:
વડોદરામાં આવેલ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયર જણાવે છે કે, પરિવારના સદસ્યોને કારણે હવે બાળકોને પણ કોરોનાને ચેપ લાગી રહ્યો છે. દરરોજના 6 જેટલા બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થઈ જતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે.
જો તમે અથવા તો તમારા સંબંધીઓ અન્ય રાજ્યમાંથી એપ્રિલ માસમાં ગુજરાતમાં આવી રહ્યા હોય તો તમારા માટે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે, અન્ય રાજ્યથી ગુજરાતમાં આવનાર બધી વ્યક્તિ માટે 1 એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
તેમાં પણ શરત એ છે કે, રાજ્યમાં પ્રવેશના છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ. આની સાથે જ તે નેગેટિવ હોવો જરૂરી છે નહીં તો ગુજરાતમાં પ્રવેશ મળશે નહીં. આની માટે ગુજરાતમાં આવનાર તમામ પ્રવાસીઓનું બોર્ડર પર પહેલા સ્ક્રિનિંગ કરવામાં આવશે ત્યારબાદ જ પ્રવેશ મળશે.
અમદાવાદમાં આવેલ કાલુપુર રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરવામાં આવી છે. બહારથી આવનાર પ્રવાસીઓના રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે કે, જેમાં RT-PCR રિપોર્ટ હશે તો જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. આજથી ગુજરાતમાં આવનાર પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં આવેલ કાલુપુર રેલેવે સ્ટેશન પર કોઈ જ પ્રકારની તપાસ કરવામાં આવતી ન હતી. પ્રવાસીઓ કોઈ રોકટોક વિના અવર-જવર કરી રહ્યા હતા. જેને લીધે રેલવે તંત્ર સફાળું જાગતા કાલુપુર રેલવે સ્ટેસન પર નિયમોનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.