છેલ્લાં સાતેક મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ર્બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આગામી 26મી જૂને પણ ખેડૂતો દ્વારા કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તરફ કૃષિ આંદોલનના સમર્થનમાં આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ખેડૂત સંગઠનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતાં.
આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર કૃષિ આંદોલન ધમધમે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો પણ કૃષિ કાયદાના વિરોધમાં છે. કેટલાંય ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઇને આંદોલનમાં ભાગ પણ લઇ ચૂક્યાં છે. ગુજરાતના ખેડૂતો દ્વારા પણ કૃષિ આંદોલનને સમર્થન આપવા એક લાખ સહી લેવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
આજે ઉપલેટા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને વડોદરા સહિતના શહેરો, જિલ્લા મથકોએ ખેડૂતો કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને રદ કરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરે અને અસંગઠિત કામદારોને મહિને 7500 રૂપિયા વેતન આપે.
જાણવા મળ્યું છે કે, દિલ્હી બોર્ડર પર ફરી ખેડૂત આગેવાનો દ્વારા 26મી જૂને રાજભવન સામે દેખાવો કરવા એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં પણ ખેડૂતો અંદરખાને બેઠકો યોજી વિરોધ પ્રદર્શન કરવા રણનીતિ ઘડી રહ્યાં છે. આમ, ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં સરકાર સામે લડત લડવા વાઘા સજાવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.