વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગતું હતું કે માત્ર તેમણે એકે જ રાજીનામું આપ્યું છે. પરંતુ બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર વિજય રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ સાથે સાથે વિજય રૂપાણીના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તમામ રાજીનામાંને રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો મતલબ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું આપી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા મુખ્યમંત્રીની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે.
ત્યારે હવે ગુજરાત રાજ્યના રાજકારણ ને લઈ સટ્ટાબજારમાં ભારે ગરમાવો આવ્યો છે. લાંબા સમયે આટલી મોટી રાજકીય ઉથલ પાથલ વચ્ચે સટ્ટાબજારમાં ડબ્બો શરૂ થઈ ગયો છે. બુકીબજાર ના મતે મુખ્ય મંત્રી પદ તરીકે નીતિન પટેલ નું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. આ સાથે નીતિન પટેલ ઉપરાંત મનસુખ માંડવીયા અને ગોરધનભાઈ ઝડફીયાના નામોની ચર્ચાએ વેગ પકડ્યો છે.
સટ્ટાબજારમાં 60હજાર થી પાંચ લાખ નૉ સટ્ટા ના ડબ્બા થયા બૂક:
આ ચાર થી પાંચ નામો અથવા કોઇ નવુ નામ આવે તેના પર 60 હજાર થી 5 લાખનો સટ્ટા ના ડબ્બા બૂક થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ ખેલી નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે છે અને સટ્ટો બૂક કરે તેટલી જ રકમ સીધી હાર કે જીત ને ડબ્બો કહેવામાં આવે છે.
આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે, આખે આખી ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કંઈક મોટી અને મહત્વની જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતા પણ વધારે આ સ્ટ્રેટજી વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો ચાલી રહી છે. આજે જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડીમંડળની બેઠક મળશે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં હજુ કેટલા મોટા ફેરફાર થઇ શકે છે.
જોવા જઈએ તો ત્યારે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાં હાલમાં પ્રદેશ પ્રમુખ આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોણ ગુજરાતના મુખ્યમત્રી તરીકેની ખુરશી સંભાળશે. આજે નક્કી થઇ જશે જે ગુજરાતના હુક્ક્મનો એક્કો કોણ હશે તે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.