Gujarat CNG price hike: પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત વધારા બાદ હવે CNGના ભાવમાં વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45નો વધારો કર્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ 76.98 રૂપિયા થઈ ગયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે.
આ ઉપરાંત 1 એપ્રિલે અદાણી ગેસે પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કર્યો હતો. CNGના વધતા ભાવે મોટા ભાગના રિક્ષાચાલકોને એક ઝટકો આપ્યો છે. જ્યારે CNG મોટાભાગે રિક્ષામાં વપરાય છે. CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષાનું ભાડું પણ વધશે.
અદાણી ગેસ દ્વારા 1 એપ્રિલના રોજ CNGના ભાવમાં રૂ. 5નો વધારો કર્યા બાદ અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઇવર્સ વેલ્ફેર એસોસિએશને રિક્ષાના ભાડામાં આપોઆપ વધારો કર્યો હતો. લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે રનિંગ ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે.
ભાડા વધારા અંગે સરકાર અને મંત્રીને આવેદનપત્ર આપ્યું છે, પરંતુ ભાડું વધારવામાં આવ્યું નથી તેથી તેમણે સ્વયંભૂ ભાડું વધાર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી રિક્ષાચાલકોના ભાડામાં વધારો કરવાના નિર્ણયથી ભાડા વધારા સામે મુસાફરોમાં ઘર્ષણ થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.