સંસદ ભવનની નવી બિલ્ડિંગ સ્પેશિયલ હશે, આ નવી બિલ્ડિંગ ત્રિકોણ આકારની હશે જેમાં ત્રણ મિનારાઓ હશે. આ સાથે જ તમામ કાર્યાલયોને જોડવા માટે અંડરગ્રાઉન્ડ શટલ સર્વિસ પણ હશે. તેમજ વડાપ્રધાન માટે એક નવા ઘરને પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ નવું ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ ગુજરાતની એક કંપનીને મળ્યો છે.
આ સંસદ ભવનની જૂની ઈમારત છે.
બધું બરાબર ચાલ્યું તો 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે
આ વર્ષે 13 સપ્ટેમ્બર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પીએમના ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ઓક્ટોબરમાં ગુજરાતની એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે બીડ ભરનાર પાંચ લોકો પાછળ છોડીને કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ કંપનીના પ્રમુખ ડૉ. વિમલ પટેલ છે. વર્ષ 2024 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે. આ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં સામેલ એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે હાલ જે નોર્થ અને સાઉથ બ્લોક છે તેમાં મ્યૂઝિયમ બનાવવામાં આવશે.
શું છે વિશેષતા?
એક અધિકારીએ માહિતી આપી કે રાષ્ટ્રપતિ ભવન પછીનું ઘર વડાપ્રધાનનું હશે ત્યારબાદ બાદ ઉપરાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન હશે. નવા સંસદ ભવનની દરેક બારીઓ અનોખા રૂપથી ભારતની વિવિધતાને દર્શાવશે. લક્ષ્ય છે કે નવા ભવનમાં સંસદની 75મી એનિવર્સરીનું સેશન આયોજિત કરવામાં આવે. નવું સંસદ ભવન હાલના સંસદ ભવનની નજીક જ હશે. જેમાં 900-1000 સંસદોની ક્ષમતાવાળી લોકસભા, એક રાજ્યસભા અને હાલ સેન્ટ્રલ હોલની જેવો જ એક કોમન લોન્જ હશે. જેમાં તમામ સાંસદોની ઓફીસો પણ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.