ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. આજ રોજ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા છે. ત્યાર પછી તેમના મંત્રીમંડળના ચાર સભ્યો પણ શપથ લીધા હતા. આ શપથવિધિ સમારોહમાં UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે હાજર રહ્યા હતા.
કોને મળ્યું કેબીનેટમાં સ્થાન?
કેબિનેટ કક્ષાની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યાર પછી કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં સુરતના હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સ્થાન લીધું હતું, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહ્યા હતા, તો સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા.
આ મંત્રીઓના કપાયા નામ…
ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળના 10 મંત્રીઓ કપાયા- જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનિષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા, દેવા માલમ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.