ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વર્ગ-4ના કર્મચારીઓને આપશે દિવાળીની ભેટ- 7 હજાર સુધીનું ચુકવાશે બોનસ 

Class-IV Employees Diwali Bonus: ગુજરાતના વર્ગ 4 ના કર્મચારીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની ભેટ(Class-IV Employees Diwali Bonus) આપી છે.કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે. રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડ નિગમના અદાજે 21,000 થી વધુ કર્મીઓને તેનો લાભ મળશે. જેને લઈને નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે.

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર, રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 7000 રૂપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21,000 વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *