ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લગ્નસરાની સીઝન શરૂ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે લગ્નની સિઝન મામલે રાજ્ય સરકારે લગ્ન સમારંભમાં 200 લોકોને ઉપસ્થિત રહેવાની છૂટ આપી છે. નોંધનીય છે કે આ પહેલા લગ્નમાં ફક્ત 100 લોકો જ ઉપસ્થિત રહી શકે તેવો નિયમ હતો. પરંતુ હવે મુખ્યપ્રધાન રૂપાણીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 100ને બદલે 200 લોકોની છૂટ આપી છે. આ છૂટ-છાટ અંતર્ગત તમામ તકેદારીના નિયમો પણ લાગુ રહેશે.સાથે સાથે ધામ ધૂમથી લગ્નની થશે તૈયારીઓ
મુખ્યપ્રધાન રૂપાણીએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 100ને બદલે 200 લોકોની છૂટ આપી
ઉલ્લેખનીય છે કે કોરોના કાળ અંતર્ગત પહેલા મર્યાદિત લોકોની પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ અનલોક જાહેર કર્યા બાદ વિવિધ પ્રકારી છૂટ-છાટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન ઈચ્છુક યુવક યુવતીના પરિવારનાં માત્ર 50 લોકો હાજર રહે તેવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, ત્યાર બાદ હોલ, સભા ખંડ, પાર્ટી પ્લોટની કેપીસીટી મુજબ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે લગ્નપ્રસંગ મામલે સરકારે નવી ગાઈડ લાઈનની જાહેરાત કરી છે.
આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે
રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ 200 લોકોની છૂટ અપાશે
આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે
આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે
બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે
હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે
નોંધનીય છે કે બંધ હોલમાં( બેનક્વેટ હોલ) કેપેસિટીના 50 ટકા સુધીની જ છૂટ અપાશે. ઉલ્લેખનીય છે કે આ છૂટછાટમાં પણ લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટો આવતીકાલ બુધવારથી જ અમલી બનશે.
તહેવારો માટે માર્ગદર્શિકા
ઉલ્લેખનીય છે કે 16મી ઓક્ટોબર 2020થી રાજ્ય સરકારે તહેવારો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે પ્રમાણે આ વર્ષે ક્યાંક પણ નવરાત્રીના આયોજનની છૂટ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત સરકારે દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવાની સલાહ આપી છે.
આ પહેલા સરકારે જાહેર કરી હતી કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. પરંતુ અહીં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle