ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections) પહેલા હોમગાર્ડ(home guard) અને GRDના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોમગાર્ડ અને GRDના જવાનો માટે ગુજરાત સરકાર દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂપિયા વેતન મળશે તો GRDના જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂપિયા વેતન મળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને GRDના જવાનોના વેતનને લઈ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂપિયા વેતન મળશે. આ સાથે GRDના જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂપિયા વેતન મળશે. જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ થશે.
છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તે આતુરતાનો આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરશે.દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. અમે તમને જણાવી દઇએ કે, ગુજરાતની 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે.
ગુજરાતમાં જામશે ત્રિપાંખિયો જંગ:
ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામવા જઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે. બીજી બાજુ તમામ પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કયો રાજકીય પક્ષ બાજી મારશે એ ખાસ કરીને જોવાનું રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ મતદારયાદી મુજબ, રાજ્યમાં કુલ 4,90,89,765 જેટલા મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો ઉમેરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.