ગુજરાત(Gujarat): રાજ્ય સરકાર(State Government) દ્વારા દિવાળી પહેલા રાજ્યના ST બસના અધિકારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. જેને કારણે બસના કર્મચારીઓ(Bus employees)ની દિવાળી સુધરી ગઈ. ST બસના ડ્રાઈવર અને કંડકટરનાં ગ્રેડ પે(Grade Pay)મા સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યનાં ST બસના ડ્રાઈવરનો ગ્રેડ પે 1800થી વધારીને 1900 કરી દેવામાં આવ્યો છે. જ્યારે કંડકટરનો ગ્રેડ પે 1650થી વધારીને 1800 કરી દેવામાં આવ્યો છે. આ વધારો પહેલી નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગુજરાત રાજ્યનાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઈને જ સોશ્યલ મીડિયા દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું કે, પોલીસનાં પરિવાર દ્વારા ગાંધીનગરમાં કેટલીક જગ્યાઓ પર ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ગઈ કાલે જ સરકાર દ્વારા વાતચીત અને મંત્રણા બાદ પોલીસની માંગણીઓને લઈને કમિટીની રચાનાના આદેશ આપી દેવામાં આવ્યા છે જે બાદ આંદોલન પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળી પાસે આવતા 40,000થી વધુ ટિકિટ બુકિંગ:
તહેવારોના સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગમાં વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોમાં ટ્રાફિકથી બચવા માટે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. હાલના સમયમાં દૈનિક 50,000 ટિકિટનો એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે.
છેલ્લા થોડા વર્ષોથી ST નિગમની બસમાં બુકિંગ ઓનલાઈન બુકિંગ ચલણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ST બસમાં તહેવારનો સમય, એમાં પણ દિવાળીના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે કે, જેને લઇ પ્રવાસીઓ પહેલેથી જ ઓનલાઇન અથવા તો એડવાન્સ ટિકિટ બુક કરાવવાનું પસંદ કરતા હોય છે.
છેલ્લા 3-4 વર્ષથી ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ:
ગુજરાત વાહન વ્યવહાર નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ કહ્યું હતું કે, પાછલા 3-4 વર્ષથી ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ વધ્યો છે. દિવાળીના દિવસ સુધી દૈનિક એડવાન્સને ઓનલાઇન બુકિંગનો આંકડો 60,000 થી વધારે પહોંચે ઈવી શક્યતા જણાઈ રહી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાત બાજુ 40% લોકો મુસાફરી કરે છે:
અતિ રસપ્રદ વાત તો એ છે કે, દિવાળીના તહેવારમાં એક્સ્ટ્રા બસોના સંચાલન દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ દાહોદ તેમજ પંચમહાલ બાજુના જોવા મળે છે. તહેવારો વખતે નિગમના કુલ સંચાલન દરમિયાન 60% પ્રવાસીઓ રાજ્યમાંથી દાહોદ-પંચમહાલ બાજુ પ્રવાસ કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.