ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય: આંકડાઓ જોઇને કોંગ્રેસ આપ પણ થઈ જશે ચુપ

Gujarat state last 5 yrs 15lac jobs: ગુજરાતમાં અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશ અન્ય રાજ્યોને હંમેશા પ્રેરણા આપી રહ્યું તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને…

Gujarat state last 5 yrs 15lac jobs: ગુજરાતમાં અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશ અન્ય રાજ્યોને હંમેશા પ્રેરણા આપી રહ્યું તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષ પ્રસિદ્ધ કરવામાં આવતા હવાલ અંગે માહિતી આપતા શ્રમ(Gujarat state last 5 yrs 15lac jobs) અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ 2002 થી દેશમાં સતત પહેલા નંબરે આવી રહ્યું છે. ગુજરાતી આ વર્ષ પણ જાળવી રાખ્યું છે. હાલમાં જ પ્રસિદ્ધ થયેલા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્કેટિક્સ 2023 મુજબ ગયા વર્ષ 2022 દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પહેલા ક્રમે આવ્યું છે જે આપણા અને આપણા ગુજરાતીઓ માટે એક ગૌરવની વાત છે.

રાજપૂત એ વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના યુવાધાને યોગ્ય રોજગારી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરું પાડવામાં સતત પહેલા ક્રમે આવી રહ્યું છે. વર્ષ 2018 19 થી 20223 દરમિયાન પાંચ વર્ષના સમય ગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને ઘણી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આ સમયગાળામાં 7,000 થી વધુ ભરતી મેળો આયોજન થકી જ રાજ્યના આશરે 8 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી રહે છે.

એપ્લોમેંટ એક્સેસ્ટેટીક્સ 2023 માં જણાવ્યા અનુસાર વર્ષ 2022 માં દેશભરના રાજ્યોમાં કુલ 6,44,600 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. જેના 43% એટલે કે ₹2,74,800 જેટલા યુવાનોને ગુજરાતી રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી 13,67,600 જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં પણ આવી રહી છે. જેની સામે ગુજરાત 3,59,000 900 જેટલી ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે પહોંચી ચૂક્યું છે.

ગત માર્ચ 2023 માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા મુજબ ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ ક્રમે આવી પોહચ્યું છે. ભારતમાં વર્ષ 2022 દરમિયાન અનુસૂચિત જાતિના 38,700 યુવાનોને રોજગારી આપવામાં આવી જેની સામે ગુજરાતમાં ૫૮ ટકા જેટલા એટલે કે 22,600 અનુસૂચિત જાતિના યુવાનોને પણ રોજગારી આપવામાં આવી હતી. તે ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના 22000 ઉમેદવારોને વર્ષ 2022 માં નોકરી મળી તેના ૮૬ ટકા એટલે કે 19,100 અનુસૂચિત જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાય છે.

ગુજરાત રાજ્ય માદર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ રોજગારીની સમાન તકો ઊભી કરી અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે આવી પહોંચ્યું છે. ભારતભરમાં વર્ષ 2022 દરમિયાન કુલ ₹1,22,700 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે. જેની સામે ગુજરાત દ્વારા 45,800 એટલે કે 37 ટકા એટલે મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજ મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી પહોંચ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી 8% મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો પહોંચી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *