ગુજરાત(Gujarat): રાજ્યના ઈન્ડસ્ટ્રિઝ, રૂરલ ડેવલોપમેન્ટ, સિવિલ એવિએશન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત(Balvantsinh Rajput) તારીખ 7 જાન્યુઆરીને શનિવારના રોજ સુરત(Surat)માં હજીરા(Hazira) ખાતે આવેલા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS)ના એકેડમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ(Academy for Skill Development)ની મુલાકાતે આવ્યા હતા.
જણાવી દઈએ કે, આ એકેડમી એન્જીનિયરને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમની કુશળતા વધારવામાં સહાય કરવામાં આવે છે. ગુજરાત સરકારની પહેલ કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી સાથે એકેડેમી દ્વારા ભાગીદારી કરી બેચલર્સ ડીગ્રી ઈન સ્ટીલ ટેકનોલોજી, બેચલર્સ ડિગ્રી ઈન રિન્યુએબલ એનર્જી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્ટીલ ટેકનોલોજી ત્રણ સંકલિત અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.
એએમ/એનએસ ઈન્ડિયાના હ્યૂમન રિસોર્સ ઑપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ ડૉ. અનિલ મટૂએ જણાવતા કહ્યું છે કે, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને એએમ/એનએસના એકેડમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ ખાતે આમંત્રિત કરતાં અમને ખુબ જ આનંદ થયો છે.
વધુમાં ઉમેરતા કહ્યું કે, તેમણે એકેડમીની કામગીરીમાં ઘણો રસ દાખવ્યો અને સ્કિલ ડેવલપમેન્ટના આ પ્રયત્ન માટે બળવંતસિંહ રાજપૂતે પ્રશંસા પણ કરી હતી. ડૉ. અનિલ મટૂએ જણાવતા કહ્યું કે, અમે એકેડેમીમાં વર્ગખંડમાં શિક્ષણ ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમના મિશ્રણ સાથે યુવા ઉમેદવારોને સર્વગ્રાહી શિક્ષણ આપવાની અમારી જવાબદારીનો પુનરોચ્ચાર કર્યો છે.
વધુમાં કહ્યું હતું કે,, એએમ/એનએસ ઈન્ડિયાએ અત્યાધુનિક લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ હોલ, ક્લાસરૂમ,કમ્પ્યુટર લેબ, ટેકનિકલ લેબ, લાઈબ્રેરી અને અન્ય સુવિધાઓથી સજ્જ એકેડમીની નવી અને મોટી ઈમારત પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.