હવામાન વિભાગે ફરી એકવખત ગુજરાતને લઈને મોટી આગાહી કરી છે. હાલ અરબી સમુદ્રમાં ‘પવન’ નામનું નવું વાવાઝોડું ફરી સક્રિય થયું છે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડી એમ બન્ને ઋતુઓ અનુભવાઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશન ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારે તેની મોટી અસર રાજ્યના અમુક ભાગોમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર ચક્રવાતી તોફાન ‘પવન’ ને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં શનિવારે અને રવિવારે વરસાદ પડવાની આગાહી કરી હતી. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી હતી. આ વિસ્તારોમાં વધારે વરસાદ નહીં પડે પરંતુ હળવો જ વરસાદ પડશે.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં સોમાલિયા નજીક ‘પવન’ નામનું એક નવું વાવાઝોડું સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં તે યમનના સોકોતરા અને સોમાલિયાના બોસાસો વચ્ચે સક્રિય થયું છે. આગામી 12 કલાકમાં આ વાવાઝોડું તીવ્ર બનશે પરંતુ ત્યાર પછી તેની તીવ્રતા ઘટતી જશે. ગુજરાતમાં કચ્છ, દ્વારાકા, પોરબંદર, દીવ સહિતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર વધારે રહેશે. એક પછી એક વાવાઝોડાને કારણે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે.
અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસે પણ લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. ગઇકાલે શહેરમાં સાંજથી ઠંડા પવનો ફૂંકાવાનાં શરૂ થયા હતાં.
હવામાન વિભાગના મતે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાને જાહેર કરેલા આંકડાની વાત કરીએ તો, મોટાભાગના શહેરોનું તાપમાન 19 ડિગ્રીથી નીચે ગયું છે. જેમાં ઉત્તરપૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમદાવાદમાં 17 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી તાપમાન, બનાસકાંઠા 15 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન, કંડલામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 19 ડિગ્રી, વલસાડમાં 22 ડિગ્રી તાપમાન, સુરતમાં 20 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાત પર નહીં પડે. પરંતુ લધુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. આ સાથે 24 કલાકમાં દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં શનિવારે અને રવિવારે વરસાદ પડવાની આગાહી કરી હતી. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ સહિત અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગે કરી હતી. આ વિસ્તારોમાં વધારે વરસાદ નહીં પડે પરંતુ હળવો જ વરસાદ પડશે.
છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં ડિસેમ્બરમાં પડતી ઠંડીનાં આંકડા જોવામાં આવે તો ઓછામાં ઓછો એકવાર પારો 11 ડિગ્રીથી નીચે ગયો છે. જેમાં 15 ડિસેમ્બર 2014ના 7.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જ્યારે જોવાનું એ રહ્યું કે, આ વખતે ડિસેમ્બરમાં કેવી ઠંડી પડશે.
હવામાન ખાતાની આગાહી:
પવન વાવાઝોડાના કારણે ભારતમાં ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના નથી.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયાના સમુદ્ર કિનારે 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
આથી, માછીમારીઓને આગામી 36 કલાક સુધી દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયા તરફનો દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.