‘રંગમાં પડ્યો ભંગ’ અમદાવાદના સેટેલાઈટમાં ધમધમી રહેલા જુગારધામ પર પોલીસ ત્રાટકી- નિવૃત એડિશનલ DGPના પુત્ર સાથે 9 શકુનિઓની ધરપકડ

Gambling caught from satellite of Ahmedabad: ગુજરાતમાં સાતમ-આઠમે અનેક લોકો જુગાર રમતાં ઝડપાય છે. અને બીજી તરફ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક હાઇપ્રોફાઇલ જુગારધામ(Gambling caught from satellite of Ahmedabad) પકડાયું છે. અહીં નિવૃત એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતાં પકડાયો છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસે 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે ઝડપાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં પૂર્વ એડીશનલ DGPનો પુત્ર જુગાર રમતા ઝડપાયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં સેટેલાઈટ પોલીસે હોટલ માન રેસિડેન્સી રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન અહીં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. માહિતી અનુસાર અહીં પૂર્વ એડીશનલ DCP હેમરાજ ગેહલોતનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ જુગાર રમતાં ઝડપાયો હતો.

9 જુગારીઓ સાથે મુદ્દામાલ જપ્ત
આ તરફ સેટેલાઇટ પોલીસે પૂર્વ એડીશનલ DGP હેમરાજ ગેહલોતના પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત સહિત 9 જુગારીઓને પકડી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી 77 હજાર રોકડ અને 11 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ટુ વ્હિલર-ફોર વ્હિલર મળી કુલ 13.39 લાખ કબ્જે કરી સેટેલાઇટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં જુગારધામ પર પોલીસના દરોડા
અને બીજી તરફ સુરતમાં પણ જુગારધામ પર પોલીસે કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની ખટોદરા પોલીસે 6 જુગારીઓને પકડી પાડ્યા છે. પોલીસે સાઇનાથ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં દરોડા પાડ્યા હતા. જેમાં 6 આરોપીઓને ઝડપી પાડી 1.22 લાખ રોકડ સહિત 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *