Gujarat Shravan Tirth Darshan Yojana Online Apply: જો તમે શ્રવણ તીર્થ દર્શન યોજના અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો તો તમે એકદમ સાચી જગ્યા પર વાંચવા માટે આવ્યા છો.અહીંયા તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળવા પાત્ર થશે. આ શ્રવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirth Darshan Yojana) વિશેની માહિતી વાંચ્યા બાદ તમને Gujarat Shravan Tirth Darshan Yojana 2022 વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર…
અમે તમને જણાવી દઈએ કે, શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં સિનિયર સીટીઝન લોકો કે જેઓની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે તેવા લોકો ને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યનાં જુદા જુદા પવિત્ર યાત્રાધામમા દર્શન કરવાના હેતુથી આ સહાય યોજના પૂરી પાડવામાં આવે છે.
શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય ઉદેશ:
શ્રવણ તીર્થ દર્શન યોજનામાં પવિત્ર યાત્રાધામમા દર્શન કરવા હેતુથી ટ્રાવેલિંગનાં 75% સહાય રકમ આપવામાં આવે છે. શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ 60 વર્ષ કરતા વધુ ઉંમરનાં વૃદ્ધો પવિત્ર યાત્રાધામનાં સાવ નજીવા પૈસામાં દર્શન કરી શકે છે.
વાત કરવામાં આવે તો આ શ્રવણ તીર્થ દર્શન યોજનામાં લાભાર્થી એ 30 લોકોનું ગ્રુપ બનાવીને બસ ભાડેથી કરીને યાત્રાધામ માં જાય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.શ્રવણ તીર્થ યોજનાનો લાભ એક વ્યક્તિ પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ફક્ત એક જ વાર મળવાપાત્ર રહેશે અને આ યોજના હેઠળ કુલ 2 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
આમ ખાનગી બસ ભાડે કરવામાં આવે તથા એસટી બસનું ભાડું (ST bus fare) , બેમાંથી જે ઓછુ હોય તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 3 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. કોઈ વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લેવા માંગે તો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. પરંતુ તેણે 30 લોકોનું ગ્રૂપ બનાવીને બસ ભાડે કરાવીને આ યોજનાનો લાભ મેળવી શકશે.
ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની, સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ 75% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.
૨૭ થી ૩૫ પેસેન્જર સુધી મીની બસનું ભાડું મળશે. તથા, ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે. જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે, તો પણ ઉપર દર્શાવ્યા મુજબ 3 રાત્રિ અને 3 દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે 1 (એક) દિવસના જમવાના રૂપિયા 50/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના રૂપિયા 50/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ રૂપિયા 100/- (અંકે રૂપિયા એકસો પૂરા) અને વધુમાં વધુ રૂપિયા 300/- (અંકે રૂપિયા ત્રણસો પૂરા)ની મર્યાદામાં ચૂકવવાના રહેશે.
રાજ્યનાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ આપવામાં આવે છે.લાભાર્થી સિનિયર સીટીઝનને નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોઈ છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો લાભાર્થી નું આધારકાર્ડ, લાભાર્થી નું ચૂંટણીકાર્ડ, લાભાર્થી નું રેશનીંગ કાર્ડ, લાભાર્થી નું રહેણાંક નો પુરાવો, ગાડી ચલાવવા ની પરવાનગી લેટર અને લાભાર્થીનાં પાસપોર્ટ સાઇઝના ફોટોનો સમાવેશ થાય છે.
યોજના માટે કેવી રીતે કરશો ઓનલાઈન અરજી?
સૌપ્રથમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સત્તાવાર વેબસાઈટ yatradham.gujarat.gov.in પર જાઓ.
હોમપેજ પર શ્રવણ તીર્થ માટે બુકિંગ લિંક પર સ્ક્રોલ કરો અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરો. જ્યાં તમને ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન નોંધણી ફોર્મ દેખાશે. નોંધણી ફોર્મમાં તમામ વિગતો ભરો અને પછી લોગઈન કરો. લોગ ઈન કર્યા બાદ જરૂરી વિગતો ભરો. સચોટ રીતે વિગતો ભર્યા બાદ ફોર્મ સબમિટ કરી દો.
યોજના માટે કેવી રીતે કરશો ઓફલાઈન અરજી?
આ શ્રવણ તીર્થ દર્શન યોજના માટે યાત્રાળુ ઓફલાઈન અરજી પણ કરી શકે છે.જેની સંપૂર્ણ પ્રક્રિયા અહિયાં આપેલ છે. સૌપ્રથમ અહીંયા આપેલ નિયત નમુના મુજબનું અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેણે ભરવાનુ રહેશે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર ડેપો મેનેજર શ્રી ને અરજી સાથે તમામ આધાર પુરાવા જોડી ને અરજી કરવાની રહેશે. આ અરજી યાત્રા શરૂ થાય તે પહેલાં 5-6 દિવસ અગાઉ કરવાની રહેશે. આ અરજી સાથે તમામ આધાર પુરાવા માં પોતાની “સ્વ પ્રમાણિત” કરેલ નકલ જોડવાની રહેશે.
ત્યાર બાદ યાત્રાળુ યાત્રા કરીને પાછા આવે તો તમામ ટિકિટ, યાત્રાધામ નાં લેટર પેડ પર અધિકૃત અધિકારીનાં સહી સિક્કા કરેલ હોઈ તેવું, માઈકર ચેક,યાત્રાળુ સાથે બેનર અને બસની નંબર દેખાઈ તેવો ફોટોગ્રાફ અને ટોલટેક્સ ની રસીદ અને અન્ય જરૂરી આઘાર પૂરાવા આપવામાં રહેશે એટલે યાત્રાળુને તેમની સહાયનાં નાણાં આપવામાં આવશે.
વધુ માહિતી નંબર અને સરનામા પર જઈને મેળવી શકે છે:
હેલ્પલાઈન નંબર:- +91 79 23252459/23252458
શ્રવણ તીર્થ દર્શન યાત્રાધામ યોજના વેબસાઈટ:- yatradham.gujarat.gov.in
Email:- sectourism@gujarat.gov.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.