ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે શાળા-કોલેજ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાના કેસ ઘટતા હોવાના કારણે ધીરે-ધીરે દરેક વસ્તુ શરુ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ચાલુ મહિનાની 11મી તારીખથી ધોરણ 10 અને 12માનું શિક્ષણકાર્ય કરી દેવામાં આવી છે. ખૂબ જ સંતોષકારક રીતે બાળકોની હાજરી જોવા મળી રહી છે. વાલીઓએ પણ મોટી સંખ્યામા સંમતિપત્રક આપ્યા છે. લગભગ ધોરણ 10 અને 12માનું શિક્ષણકાર્ય સામાન્ય રીતે ચાલી રહ્યું છે. તમામ એશોસિયશન આ સંતોષકારક સ્થિતિ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યું છે કે, 1 ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ થશે.
1 ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ થશે
અત્રે ઉલેખનીય છે કે, કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને થોડા દિવસ પહેલા એટલે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12નું શિક્ષણકાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. વાલીઓએ સંમતિપત્રક આપતાં બાળકોની હાજરીમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ ધોરણ 10 અને 12નું શિક્ષણકાર્ય પૂર્વવત સામાન્ય સ્થિતિમાં ચાલતુ હોય તેમ થઈ ગયું છે. તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે.
આજરોજ મુખ્યમંત્રી સાથે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય ચાલુ થશે. શિક્ષણવિભાગ દ્વારા જે ઠરાવ અને સૂચનો કરવામાં આવ્યા એસઓપી જાહેર કરી તે તમામ એસઓપીનું પાલન 1 ફેબ્રુઆરીથી ચાલુ થતા શિક્ષણકાર્યમાં પણ લાગુ કરવામાં આવશે.
ટ્યુશનમાં પણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરી શકાશે
ટ્યુશનક્લાસમાં પણ શૈક્ષણિક કાર્યની એસઓપીનું પાલન કરવામાં આવશે. સ્કૂલોમાં પણ 9 થી 12 ના વર્ગો ચાલુ કર્યા તેમ ટ્યુશનમાં પણ આ રીતે વર્ગો ચાલુ કરી શકાશે. કોલેજમાં બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું પ્રમાણ 15 ટકા જેટલું હોય છે. ક્યાક ક્યાંક હોસ્ટેલોમાં કોવિડના સેન્ટરો ચાલુ કર્યા હતા. આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો આ હોસ્ટેલની સ્થિતિની ચકાસણી કર્યા પછી રિપોર્ટ આપશે એટલે ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ હવે પછી તારીખ જાહેર કરાયા બાદ ચાલુ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle