ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ સુધી ભુક્કા કાઢશે વરસાદ- જાણી લો અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat weather forecast: વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ પણ થોડુંક સમય લાગશે. જોકે હવામાન વિભાગના આગાહી(Gujarat weather forecast) મુજબ આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા ના કારણે ચોમાસાની સિસ્ટમ થંભી ગઈ છે. જેના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત માટે હજુ થોડીક રાહ જોવી પડશે. જોકે આગામી પાંચ દિવસ ગુજરાતના પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં કયા દિવસે કયા વિસ્તારમાં વરસાદ પડશે?

22 જૂન
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ

23 જૂન
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

24 જૂન
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

25 જૂન
જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ

રાજ્યમાં હજુ પાંચ દિવસની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં આવતા પાંચ દિવસ સુધી ભારે પવન સાથે સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી ચારથી પાંચ દિવસ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. ભારે વરસાદના પગલે ધાનેરાના ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. બી પર જોઈ વાવાઝોડાની અસર બાદ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ વસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે અને મંગળવારે મહીસાગર નવસારી વલસાડ દાહોદ પંચમહાલ દમણ દાદા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારતીય ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન સુકો રહેવાથી આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *