સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ને લઈ કેટલીક વખત જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ અમદાવાદના પંતુ કેનેડામાં રહેતા ગુજરાતી પરિવારની માત્ર 4 વર્ષીય દીકરી ઔરા વ્યાસે એના સૌથી લાંબા હેરને લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
ઔરા કુલ 2.62 ફૂટનાં વાળ ધરાવે છે. ઔરાના પિતા યશ વ્યાસ તેમજ માતા જાનકી વ્યાસ કેનેડામાં આવેલ વેંનકુંવર વિસ્તારમાં રહે છે. કિડ્ઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં એને સૌથી લાંબા વાળ ધરાવતી છોકરી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આની ઉપરાંત 4 વર્ષની આ છોકરી ડાન્સ તથા સિંગિંગનો પણ શોખ ધરાવે છે.
આની સાથે જ પઝલ સોલ્વિંગ તથા પેઈન્ટિંગ કરી લે છે.ઔરાના પિતા યશ વ્યાસે જણાવ્યું હતું કે, જયારે ઔરાનો જન્મ થયો ત્યારે જ કુલ 10 સેમી વાળ હતા. અમને આશ્ચર્ય થયું હતું કે, આટલી નાની દિકરીના આટલા વાળ કઈ રીતે હોય શકે. ત્યારપછી જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ એના વાળનો ગ્રોથ પણ વધવા લાગ્યો અને ફક્ત 4 વર્ષની વયે જ તે સૌથી વધુ લાંબા વાળ ધરાવતી છોકરી બની ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.