આજે સમગ્ર દેશમાં નશાનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. દેશમાં 75 ટકા પરિવાર એવા છે, જેમાં કોઈને કોઈને નશામાં સંડોવાયેલું હોય. ત્યારે સમગ્ર દેશને નશા મુક્ત બનાવવા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) દ્વારા સાયન્સ સિટી(Science City)માં ખાસ “ડ્રગ ફ્રી ઈન્ડિયા”(Drug Free India) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી શ્રી રવિશંકર મહારાજ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટાભાગના કલાકારોએ હાજરી આપી હતી. જેમને આજના યુવાનો દ્વારા આઇકોન ગણવામાં આવે છે. તેમજ તેમને પણ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાનો ખાસ સંદેશ આપ્યો હતો.
“ડ્રગ ફ્રી ઈન્ડિયા” કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા શ્રી શ્રી રવિશંકર મહારાજે કહ્યું હતું કે, “દેશના તમામ યુવાનોને ડ્રગ્સથી બચાવવા પડશે અને કારણ કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ડ્રગ મુક્ત ભારત ખુબ જરૂરી છે.”
વધુમાં, રવિશંકર મહારાજે એમ પણ કહ્યું હતું કે “જ્યારે તણાવનું પ્રમાણ ખૂબ વધી જાય છે, ત્યારે વ્યક્તિ આ અતિશય તણાવને દૂર કરવા માટે દવાની પ્રવૃત્તિ તરફ વળે છે. પરંતુ જ્યારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તણાવને કેવી રીતે દૂર કરવો તે શીખવવામાં આવે છે, ત્યારે તેમનો જીવન જીવવાનો અભિગમ બદલાઈ જાય છે.
બોલિવૂડ એક્ટર મનોજ જોષી, ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર, હિતુ કનોડિયા, એક્ટ્રેસ મોનલ ગજ્જર, ગાયિકા કિંજલ દવે, ગીતાબેન રબારી, ભક્તિ કુબાવત, અલ્પા પટેલ, જીગરદાન ગઢવી, આદિત્ય રાજ ગઢવી, આરજે દીપાલી, આરજે સિદ, ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવી અને અન્ય ઘણા કલાકારો. સાયરામ દવે, ઓસમાણ મીર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોને વ્યસનથી દૂર રહેવા જાગૃત કર્યા.
આ ખાસ પ્રસંગે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે પણ વીડિયો સંદેશ દ્વારા લોકોને જાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું, ‘ડ્રગ્સને ના કહો. જો તમારો મિત્ર આવે અને ના કહે તો પણ નિશ્ચિતપણે ના કહો. મિત્ર કહેશે કે બધા લે છે, તમે પણ લો, તેને સ્પષ્ટ ના કહો. તે કહેશે કે તરત શું થાય છે? તેણીને સ્પષ્ટપણે કહો નહીં. હું જાણું છું કે તેની આદત પડવાની જરૂર છે.
બોલિવૂડ એક્ટર મનોજ જોશીએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘આજે ભારતમાં યુવાનોની સૌથી મોટી સંપત્તિ છે અને આ જ કારણ છે કે આ ભ્રષ્ટાચાર તેને નબળો કરવા માટે વધુને વધુ ફેલાવી રહ્યો છે.’ વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને એક મંત્ર આપ્યો કે “ચાલો ભારતનો વિકાસ કરીએ, દેશમાંથી ડ્રગ્સને દૂર કરીએ!”