Cockroach emerged from a kulcha in Ahmedabad: હાલનાં સમયમાં બહારનો ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે. લોકો રોજે રોજ જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાઈ પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હોઈ છે. અમદાવાદના રેસ્ટોરન્ટમાં નયનરમ્ય સાથે સાંજ શણગાર કરવામાં આવતો હોય છે અને લોકો પણ હોશે હોશે રેસ્ટોરન્ટમાં વાનગીઓની મજા માણતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન રોડ ઉપર આવેલી જાણીતી ગ્વાલિયા રેસ્ટોરાંમાં(Cockroach emerged from a kulcha in Ahmedabad) જમવા માટે ગયેલા પરિવારને કડવો અનુભવ થયો છે.
ઓસ્ટ્રેલિયાથી આવેલી દીકરીએ ગ્વાલિયા રેસ્ટોરાંમાં વેજીટેબલ કુલચા ખાધો હતો જેમાં વંદો નીકળ્યો હતો.અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરાંમાંથી વંદા અને જીવાત જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. પિત્ઝા, પાસ્તા બાદ હવે વેજીટેબલ કુલચામાંથી પણ વંદો નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવી હતી જેથી તેઓ બહાર જમવા માટે ગયા હતા. શહેરના સિંધુભવન રોડ ઉપર આવેલી સૌથી પ્રખ્યાત ગ્વાલિયા રેસ્ટોરાંમાં તેઓ જમવા માટે ગયા હતા. તેઓએ અલગ અલગ જમવાનું ઓર્ડર કર્યું હતું. જેમાં વેજીટેબલ કુલચા પણ તેઓએ ઓર્ડર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાથી જે દીકરી આવી હતી. તે કુલચા ખાતી હતી, ત્યારે અચાનક જ તેમના એક પરિવારના વ્યક્તિનું ધ્યાન ગયું હતું કે તેમાં જીવાત જેવું છે અને તેઓએ જોતા અડધો મરેલો વંદો મળ્યો હતો.
જેથી પરિવારજનોને શંકા ગઈ હતી કે, તેનાથી ખવાઈ ગયું હશે અને તેમાં બહાર કાઢીને જોતા વંદો જ નીકળ્યો હતો. કુલચા જેવી ખાવાની વસ્તુમાંથી વંદો નીકળતા પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો.ત્યારે પરિવારજનો આ મામલે ગ્વાલિયર રેસ્ટોરાંના મેનેજર સહિતના હાજર જવાબદાર વ્યક્તિઓને ફરિયાદ કરી હતી. ત્યારે મેનેજરે આ મામલે તેઓને માત્ર સોરી કહી અને માફી માગી લીધી હતી અને ફૂડ પાછું લઈ લીધું હતું. જે પરિવાર હોટલમાં જમવા ગયો હતો તેઓએ કહ્યું હતું કે, અમારી સેફ્ટીનું શું? જો અમે આવું બીજું કંઈ અંદર હોય અને ખવાઈ ગયું હશે અને પરિવારજનને કંઈ થઈ ગયું હોય તો તેની જવાબદારી કોની રહેશે.
આ મામલે અમને લેખિતમાં આપો પરંતુ તેઓએ માત્ર સોરી કહીં દીધું હતું. તેઓની કોઈ જ પણ પ્રકારની ફૂડ સેફ્ટી અહીંયા જોવા મળતી નથી તેમ પણ જણાવ્યું હતું. વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળતા તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને પણ જાણ કરી હતી જેથી વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી કાર્યવાહી કરશે.પરંતુ અમુક વાર મનપાની કાર્યવાહી પણ ખાલી કાગળ પૂરતી જ સીમિત રહે છે.કારણકે મનપા દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી અને આવી ઘટના બન્યા છતાં પણ આવા રેસ્ટોરેન્ટ ધમધમ્યાં કરે છે.એટલે આવી ઘટના પાછળ ક્યાંયને ક્યાંય તો મનપા પણ જવાબદાર છે.
ઘણા રેસ્ટોરન્ટ બહારથી જોવામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને દુલ્હનની જેમ સજાવેલી રેસ્ટોરન્ટમાં ખાવાની મજા માણવા લોકો જતા હોય છે પરંતુ દુલ્હનની જેમ સજાવેલા રેસ્ટોરન્ટના રસોડાની પણ મુલાકાત ગ્રાહકોએ કરવાની જરૂર છે આવું જ એક રેસ્ટોરન્ટ કે જે બહારથી દુલ્હનની જેમ શણગાર સાથે નયનરમ્યા પરંતુ તેના રસોડામાં વંદા જીવાતોના સામ્રાજ્ય અને ખુલ્લી વાનગીઓથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સાથે ખીલવાડ કરતાં ગ્વાલિયા રેસ્ટોરન્ટનો ભાંડો ફૂટી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube