પાણી ખરીદવા સ્ટેશન પર ઉતરેલા એક વૃદ્ધ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ(Platform) વચ્ચે પડી જાય છે. આ દરમિયાન ટ્રેન(Train)ની સ્પીડ વધવા લાગે છે, જેથી મુસાફરો ટ્રેનની ચેઈન ખેંચી લે છે. જેના કારણે વૃદ્ધનો જીવ બચી જાય છે. ત્યાર પછી જીઆરપી અને આરપીએફના જવાનોએ બીજી બાજુથી વૃદ્ધને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતને કારણે વૃદ્ધના હાથની આંગળી કપાઈ ગઈ હતી. આ ઘટના 70 વર્ષીય નેભરાજ બત્રા સાથે સર્જાય હતી.
મળતી માહિતી મુજબ, 70 વર્ષીય નેભરાજ બત્રા તેના પરિવાર સાથે દિલ્હીથી જમ્મુ તાવી-દુર્ગ એક્સપ્રેસના સ્લીપર કોચમાં ચડ્યા હતા. આ દરમિયાન તે પાણી ખરીદવા માટે ગ્વાલિયર સ્ટેશન પર ઉતર્યા હતા. આ દરમિયાન ટ્રેન શરુ થઇ જાય છે આ જોઇને દાદા ભાગીને ડબ્બામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે કોચમાં ચઢી ન શકયા અને પગ લપસીને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ચાલ્યો જાય છે. આ જોઈને ટ્રેનના મુસાફરો અને પ્લેટફોર્મ પર હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ટ્રેનની ચેઈન ખેંચી હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર આરપીએફ અને જીઆરપીના જવાનો પણ સક્રિય થઈ ગયા હતા.
પાણી ખરીદવા સ્ટેશન પર ઉતરેલા એક વૃદ્ધ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયો. દરમિયાન ટ્રેનની સ્પીડ વધવા લાગી, જેથી મુસાફરોએ ચેન ખેંચી લીધી. જેના કારણે વૃદ્ધનો જીવ બચી ગયો. pic.twitter.com/umBthZ0vo4
— Trishul News (@TrishulNews) March 26, 2022
આરપીએફ જવાનો દ્વારા વૃદ્ધને ટ્રેનની બીજી બાજુથી બહાર કાઢવામાં આવે છે. કહેવાય રહ્યું છે કે, નેભરાજ નશીબદાર છે કેમ કે, તે રેલ્વે ટ્રેક અને પ્લેટ ફોર્મ વચ્ચે જ રહ્યા. તેના હાથની આંગળી કપાઈ ગઈ હતી. ત્યાર પછી આરપીએફ દ્વારા વૃદ્ધને સારવાર આપવામાં આવી હતી. તેમજ સારવાર પછી વૃદ્ધદાદાને બીજી ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સ્ટેશન પર આવી ઘટનાઓ બની છે. પરંતુ મુસાફરો અને આરપીએફ જવાનોની સાવચેતીને કારણે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
જયારે આ ઘટનાનો વીડિયો પણ આરપીએફ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધ દાદા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરપીએફ જવાન ચાલતી ટ્રેનમાં ચડી જાય છે અને ટ્રેનની ચેઈન ખેંચીને ટ્રેનને રોકે છે. જેના કારણે વૃદ્ધનો જીવ બચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.