સુરતમાં જીમ માલિકનું કારમાં રહસ્યમય મોત: ઈન્જેક્શન અને નશાકારક વસ્તુના ઓવરડોઝથી મોતની આશંકા

ગુજરાતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા અને ઉધનાના જીમ ટ્રેનર મેજલ કેરીવાળાનું શુક્રવારે મોડી રાતે અડાજણ આનંદ મહલરોડ પર સ્નેહ સંકુલવાડી નજીક પોતાની જ કારમાં મૃત અવસ્થામાં બોડી મળી આવી હતી. જેના કારણે હાલમાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના પાલનપુર જકાતનાકાની નજીક કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મેજલ કૃષ્ણકાંત કેરીવાળા નો મૃતદેહ આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાની જ હોન્ડા કારમાંથી મળી આવ્યો છે. જેને પગલે અડાજણ પોલીસ દોડતી થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કારમાંથી ઇન્જેક્શન અને અન્ય નશાકારક દ્રવ્ય પણ મળી આવ્યું હતું. ઘટના અંગે અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ઘટના આત્મહત્યા છે કે અન્ય કશું એ બાબતે પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

કાર પાર્ક કરી ત્યાંથી હોસ્પિટલ નજીકમાં હતી
સુરતમાં આવેલ ઉધના વિસ્તારમાં પોતાના જીમમાંથી મોડી સાંજે હોન્ડા કારમાં નીકળેલો મેજલનો રસ્તામાં કોઈક સાથે અકસ્માત થયો હોય એમ એક બાજુનો કાચ પણ તૂટેલો હતો. અડાજણમાં સ્નેહ સંકુલ વાડી સામે જયાં કાર પાર્ક હતી ત્યાંથી 500 મીટરના અંતરે એક હોસ્પિટલ પણ છે. શક્ય છે કે, મેજલ હોસ્પિટલમાં સારવાર માટે પણ જનાર હોય પણ કારમાંથી ઉતરીને જઈ શક્યો ન હોય એવુ અનુમાન પોલીસે લગાવ્યું છે.

પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે
સમગ્ર ઘટના અંગે અડાજણ પોલીસે તપાસ દરમ્યાન અધિકારી PSI સંજય ચૌધરીએ કહ્યું કે, આજે સવારના સમયે 11 વાગ્યાની આસપાસ કારમાંથી મૃત હાલતમાં લાશ મળી હતી. પીએમ બાદ માલૂમ પડશે કે આત્મહત્યા છે કે પછી ઓવરડોઝના કારણે મોત થયું.

સ્ટેટ લેવલના વિજેતાએ જીમ ચાલું કર્યું હતું
મેજલે ઉધના ત્રણ રસ્તા ખાતે ઉડીપી રેસ્ટોરન્ટ સામે ઓક્ટોબર 2018માં બોડી બેલેન્સ જિમ ચાલુ કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોતે મૂળ થાણેનો હોવાનું લખ્યું હતું. ડિસેમ્બર 2008માં લગ્ન થયા બાદ બે સંતાનનો પિતા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *