મ્યુકરમાયકોસિસ: કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. ત્યારે હજુ કોરોના થમ્યો નથી ત્યાં નવો રોગચાળો ફાટી નીકળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં મ્યુકરમાયકોસિસના કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે.
કોરોના વાયરસ જેવી મોટી મહામારીનો સામનો કરી રહેલ બનાસકાંઠા જીલ્લામાં મ્યુકરમાયકોસિસ નામનો ખતરનાખ રોગ દેખાતા આરોગ્ય તંત્રમાં હાહાકાર મચી ગયો છે. જયારે સાબરકાંઠા જીલ્લાના પાલનપુર ડીસા અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી મ્યુકરમાયકોસિસના 4 રોગ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીઓને અમદાવાદ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે જયારે વધુ એક દર્દીનું પાલનપુર સિવિલના આઇસોલેશન સેન્ટરમાં સારવાર શરૂ છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે મ્યુકરમાયકોસિસ ભયંકર રોગના 4 કેસો સામે આવતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જયારે બનાસકાંઠા જીલ્લામાં ગઈ 6 એપ્રિલના રોજ મ્યુકરમાયકોસિસનો પહેલો કેસ સામે આવ્યો હતો. જયારે ત્યારબાદ 6 દિવસમાં વધુ 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મ્યુકરમાયકોસિસ રોગના દર્દીઓની સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પીટલમાં 15 બેડનો અલગ જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જીલ્લામાં કોરોનાના કહેર વચ્ચે પાલનપુરમાં મ્યુકરમાયકોસિસના 2 કેસ અને ડીસા ધાનેરામાં એક એક મ્યુકરમાયકોસિસ કેસ જોવા મળતા લોકોમાં હાહાકાર મચ્યો છે. બીમાર વ્યક્તિ વધારે પડતા લેવામાં આવતા ડોઝની આડ અસરને કારણે આ રોગમાં સપડાય છે. જો આ ગંભીર રોગમાં દર્દીને તરત જ સારવાર મળે તો તેમનો જીવ બચી જાય છે.
મ્યુકરમાયકોસિસના ત્રણ દર્દી રીફર કરાયા એક દર્દી સારવાર હેઠળ:
બનાસકાંઠા જિલ્લામાં ગયા 6 મેંના રોજ મ્યુકરમાયકોસિસનો પહેલો કેસ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં ધાનેરા અને ડીસામાં એક-એક અને પાલનપુરમાં મ્યુકરમાયકોસિસના બે મળીને કૂલ ચાર કેસ નોંધાયા છે જેમાં અત્યંત ગંભીર જણાતા ત્રણ દર્દીને રીફર કરાયા છે જ્યારે એક દર્દીને પાલનપુર સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે.
સિવિલમાં તૈયાર કરવામાં આવ્યો આઇસોલેશન વોર્ડ:
બનાસકાંઠા જિલ્લામાં એક જ અઠવાડિયામાં મ્યુકરમાયકોસિસના ચાર કેસ સામે આવતા આ મ્યુકરમાયકોસિસ રોગની ગંભીરતાને લઈ પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાયકોસિસના દર્દીઓ ની સારવાર થાય તે માટે 15 બેડનું આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં ક્યાં કેટલા મ્યુકરમાઇકોસીસના કેસો:
સુરત શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસીસના 200 જેટલા કેસો સામે આવી ચુક્યા છે જયારે અમદાવાદ શહેરમાં 40 થી વધુ મ્યુકરમાઇકોસીs કેસ સામે આવી ચુક્યા છે. સૌરાષ્ટમાં રાજકોટ શહેરમાં 400 થી વધુ મ્યુકરમાઇકોસીસના કેસો સામે આવી ચુક્યા છે અને મોરબીમાં 200 કેસ, જામનગરમાં 35 કેસ, જૂનાગઢમાં 15 કેસ, હળવદમાં 6 કેસ,
પોરબંદરમાં 3 મ્યુકરમાઇકોસીસના કેસો સામે આવ્યા છે.
મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો, માથાનો દુખાવો થવો, સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું, નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા, છાતીમાં દુખાવો થવો, ઉલટી થવી, કફ થવો, પેટમાં દુખાવો થવો, ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું.
શું છે મ્યુકરમાયકોસિસ બીમારી?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મ્યુકોરમાઇકોસીસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે હવામાં રહેલા તેના બેક્ટેરિયા થી ફેલાય છે મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. તેમજ જડબા નું હાડકું પણ નીકળવું પડે છે. આ બીમારી માણસનું ૫૦% મગજ પણ ખરાબ કરી શકે છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે, મ્યુકોરમાઇકોસીસની એક માત્ર ઈન્જેકશન છે જે એમફોટોરીશીન બી છે અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે જેની કિંમત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે. અને આ રોગ કોરોના ના દર્દીમાં લાગે તો ૧૦ દિવસમાં જ તેનું મોત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.