એવી તો શું આફત આવી પડી કે હળવદના પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આજે સવારના અરસામાં પસાર થતી ટ્રેનની ઠોકરે આવી જતા એક યુવક અને એક યુવતીનું મોત નીપજ્યું હતું. આ બનાવ આપઘાતનો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સુખપર ગામ નજીક રહેતા સહદેવ જસમત કોળી અને કાજલબેન છગનભાઈ કોળી નામના યુવક અને યુવતીનું આજે સવારે માલગાડીની ઠોકરે મોત નીપજ્યું હતું. બનાવ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા.

પરતું, સમાજ એક નહિ થવા દે તેવા ભયથી પ્રેમી પંખીડાએ સજોડે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ બનાવને પગલે ગામના સરપંચ ભરતભાઈ સહિતના સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા રેલ્વે પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોચ્યો હોવાનું સામે આવ્યું છે.

આવો જ એક આત્મહત્યાનો કિસ્સો મહેસાણામાંથી સામે આવી છે. જેમાં યુવક પોતાને કિડનીની તકલિફ, માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી છે. વીડિયોમાં યુવક જણાવે છે કે, ‘હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહી કેનાલમાં કૂદી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *