આવી રહ્યું છે ‘હામૂન’ વાવાઝોડું! ભારતીય હવામાન વિભાગે ચક્રવાતને લઈ કરી મોટી આગાહી

Cyclone Hamoon Update News: ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ‘હામૂન’ ઉત્તર-પૂર્વ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આવનાર 6 કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બનવાની આગાહી કરવામાં આવી છે. IMDએ બુધવારે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં 75-85 કિમી પ્રતિ કલાકથી 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન(Cyclone Hamoon Update News) સાથે સર્જાયેલું ગંભીર વાવાઝોડું ‘હામૂન’ ચટગાંવની દક્ષિણ તરફ આગળ વધ્યા પછી બાંગ્લાદેશના તટને પાર કરી ગયું છે.

ચક્રવાત હામૂન તે દરિયાકાંઠાના બાંગ્લાદેશ થી લગભગ 180 કિમી પૂર્વમાં અને ચટગાંવ (બાંગ્લાદેશ) ના 40 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં બાંગ્લાદેશ પર કેન્દ્રિત થયેલું છે. IMD મુજબ તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને આવનાર છ કલાક દરમિયાન ડીપ ડિપ્રેશનમાં અને આવનાર છ કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા બતાવી રહ્યા છે.

વરસાદની ચેતવણી
ચક્રવાત હામૂનની અસરને કારણે ભારતના મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ આસામ અને મેઘાલયમાં વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. તારીખ 25 ઓક્ટોબરે એટલે કે આજે મિઝોરમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 26 ઓક્ટોબરે મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 25 અને 26 ઓક્ટોબરે નાગાલેન્ડ, મણિપુર અને પૂર્વ અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ક્યારે આવશે હામૂન ચક્રવાત?
સોમવારે સાંજે હામૂન ઓડિશાના આશરે 230 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, દિઘા (પશ્ચિમ બંગાળ) ના 360 કિમી અને ખેપુપારા (બાંગ્લાદેશ) ના દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન તેજ 24 ઓક્ટોબરના રોજ 2.30 દરમિયાન અલ ગૈદાની દક્ષિણે યમનના દરિયાકાંઠાને પાર કરી ગયું હતું. તે સમયગાળા દરમિયાન મહત્તમ સતત પવનની ગતિ 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *