શરદ પૂનમના દિવસે રાજકોટમાં 1 લાખથી વધુ ખેલૈયાઓ બનાવશે વિશ્વ રેકોર્ડ, PM મોદી લેખિત ‘માડી’ ગરબા પર રમશે રાસ

PM Modi Garba World Record News: આ વર્ષ શરદ પૂનમના દિવસે રાજકોટ એક વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે PM નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમતા જોવા મળશે.એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ ૨મીને વિશ્વ વિક્રમ સર્જશે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયન ટ્રેડીશનલ બૂક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે.

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર વિક્રમ સર્જવા આયોજન કરનાર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું છે કે,રાજકોટના રેસકોર્સ ખાતે તારીખ 28ને શરદ પૂનમની રાતે 7થી 11 વાગ્યા સુધી ગરબો ૨માશે.કલાકાર પાર્થિવ ગોહિલ અને તેની ટીમ દ્વારા અને ક લોકોને રાસે રમાડવામાં આવશે. વડાપ્રધાન દ્વારા લખેલા ગરબા ઉપર એક લાખ લોકો એકી સાથે ગરબા રમતા તેનો વિશ્વ વિક્રમ નોધવામાં આવશે.અને આ માટે ત્રણ ટીમો નોંધણીની કરવામાં આવી છે.

જાણો કોના દ્વારા કરવામાં આવ્યું આયોજન ?
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રૂપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આ દરમિયાન ડ્રગ્સ મુક્ત રાજકોટના સંકલ્પ પણ લેવડાવવામાં આવશે અને તેની સાથે રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ સૂત્ર સાથે અભિયાન પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે 20 થી વધુ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે 500થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે તો 10 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. મહત્વનું એ છે કે, આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.

PM નરેન્દ્ર મોદી લેખિત ‘માડી’ ગરબો
PM નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબાનું ગીત લખ્યું હતું. નવરાત્રીના પર્વ પર આ વિડીયો રિલીઝ પણ કરવામાં આવી રહ્યો છે. ધ્વનિ ભાનુશાળીએ આ ગરબો ગાયો છે અને તનિષ્ક બાગચીએ ગીતને સ્વર પણ આપ્યો છે. જૈકી ભગનાની આ ગીતના નિર્માતા છે. આ ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગીત ‘ગરબા’માં તનિષ્ક બાગચીના સૂર અને ધ્વનિ ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ જોવા માટે પ્રેરિત કરે છે. જે નદીમ શાહે ડાયરેક્ટ કર્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *