સુરતીઓ સાચવજો! બાળકોમાં જોવા મળી રહી છે આ ગંભીર બિમારી- રોજના નોંધાઈ રહ્યા છે 600 કેસ 

સુરત(Surat): શહેરમાં 6 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બિમારી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર બિમારીમાં બાળકોના હાથ, પગ અને જીભ પર ચાંદા પડેલા જોવા મળી રહ્યાં છે. ખૂબ જ ઝડપથી બાળકોમાં આ ગંભીર બિમારી ફેલાઇ રહી છે. સુરત શહેરમાં રોજના 500થી 600 કેસ સામે આવી રહ્યાં છે, જેને કારણે એક ચિંતાનો વિષય બન્યો છે.

બીમારીને ડોક્ટરોએ ‘હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ’ નામ આપવામાં આવ્યું:
ડૉક્ટરોએ આ બીમારીને ‘હેન્ડ-ફૂટ એન્ડ માઉથ ડિસીઝ’ નામ આપ્યું છે. આ રોગ કોક્સસૈકી એન્ડ ઇકો વાયરસથી થાય છે. એવું કહેવાય છે કે, 5 વર્ષ બાદ ફરીવાર આ બિમારીએ માથું ઉચક્યું છે. 2017માં ઘણા બાળકો આ બીમારીની ઝપેટે ચડ્યા હતા. આ બીમારીમાં ડૉક્ટરો બાળકોને એન્ટિબાયોટિક તેમજ બહારનો ખોરાક ન આપવાની સલાહ આપી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોમાં તરત જ ચેપ લાગતો હોય છે. જેથી નર્સરી, ડાન્સ ક્લાસ અને પ્લેગ્રાઉન્ડમાં બાળકોને સાવચેત રાખવા ખુબ જરૂરી છે. આ ગંભીર બીમારીની અંદર બાળકોના મો અને ગળામાં પણ ફોલ્લા જોવા મળતા હોય છે. આ મામલે તબીબોના જણાવ્યા અનુસાર, આ રોગ ગંભીર ચેપી રોગ છે જેથી તેની સારવારની જરૂરી છે.

જાણી લો આ બીમારીના શું છે લક્ષણો?
જો વાત કરવામાં આવે તો સૌ પહેલા તો આ બીમારીમાં તાવ આવે છે. ત્યારબાદ જીભ અને ગળામાં ચાંદા દેખાવા લાગે છે. પાછળથી હાથ અને પગમાં ચાંદા પડે છે અને બાળકો પીડાથી રડે છે. આ રોગ ગંભીર ચેપી રોગ છે અને એક બાળકથી બીજામાં તેનું સંક્રમણ ફેલાય છે.

બીમારીથી બચવા શું કરશો?
જણાવી દઈએ કે, સૌ પહેલાં તો ઘરની તમામ જગ્યાઓને જંતુમુક્ત કરો અને સાથે બાળકોના રમકડાંને પણ જંતુમુક્ત કરો. માતા-પિતા ખાસ ધ્યાન રાખે કે, બાળકોને મોમાં કોઈ પણ વસ્તુ મૂકવા ના દો. બાળકને ચેપ લાગ્યો હોય તો શાળાએ ન મોકલશો. બહારથી આવ્યા પછી હાથને વ્યવસ્થિત રીતે સાફ કરો. શૌચ કર્યા બાદ પણ સાફ સફાઈ કરવાનું રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *