ભાજપની જીતથી ઘેલા બનેલા સમર્થકે મફતમાં CNG ગેસ પૂરી આપવાનું શરુ કર્યું- જાણો કયાની છે ઘટના

ગુજરાતમાં અને દેશભરમાં જનતા જનાર્દને ભાજપ અને નરેન્દ્ર મોદીને વિજયનો મેન્ડેટ આપ્યો છે એ વચ્ચે રાજકોટ ભાજપે લોકસભા બેઠક જીત્યાં પછી પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું છે. બપોરે 1 કલાકથી મફતમાં ગેસ આપવાનો શરૂ કર્યો છે. તેમણે ‘ક્લીન વિક્ટરી ગ્રીન વિક્ટરી’નું પણ  સૂત્ર આપ્યું છે.

આ ફ્રી CNG ગેસ ફક્ત રીક્ષાચાલકો માટે છે. જેથી રાજકોટના રીક્ષાચાલકો આજે રાતના 11 વાગ્યા સુધી ફ્રીમાં પેટ્રોલ પંપ પર CNG ગેસ ભરાવી શકશે.

આજે ગુજરાતની 26 લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ ગઇ હતી. રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર તથા ઊંઝા, માણાવદર, ઘ્રાંગઘ્રા, જામનગર ગ્રામ્યની પેટાચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગત લોકસભાની 2014ની ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી જંગી મતોથી જીત્યા બાદ દેશનાં વડાપ્રધાન બન્યાં હતાં.

ભાજપે ૨૦૧૪ બાદ ફરી એકવાર તમામ ૨૬ ૨ ૨૬ બેઠકો પર પરછમ લહેરાવ્યો છે ત્યારે ઠેર ઠેર વિજયોત્સવ માનવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ના કોંગ્રેસી ઉમેદવાર લલિત કગથરા ના દીકરાનું અવસાન થતા રાજકોટ માં વિજયોત્સવ માટે રેલી કે કોઈ કાર્યક્રમ નહિ યોજવામાં આવે તેવી જાહેરાત જીલ્લા પ્રમુખ કરી ચુક્યા હતા.

ભાજપે 26 બેઠકોમાંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલાઓને ટિકિટ આપી છે. ભારતીબેન શિયાળ (ભાવનગર), પૂનમ માડમ(જામનગર), રંજનબેન ભટ્ટ(વડોદરા), દર્શના જરદોશ(સુરત), ગીતાબેન રાઠવા(છોટા ઉદેપુર),શારદાબેન પટેલ( મહેસાણા). બીજી બાજુ કોંગ્રેસે સમ ખાવા પુરતી માત્ર એક મહિલા ગીતા પટેલ(અમદાવાદ પૂર્વ)ને ટિકિટ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *