આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. જેને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા પણ પપત્રકાર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે જ આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ નેતા નીખીલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઈશુદાન ગઢવી, ગુલાબ સિંહ યાદવ અને મનોજ સોરઠીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. જેને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીખીલ સવાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ કરી દેવામાં આવ્યા છે. સાથે નીખીલ સવાણી પાટીદાર અનામત આંદોલનના એક નેતા પણ હતા.
નીખીલ સવાણીએ આમ આદમી પાર્ટીના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી. બંધ બારણે આ બેઠક યોજવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. સાથે કહી શકાય કે નીખીલ સવાણી હાર્દિક પટેલના ખાસ સાથી અને વિશ્વાસુ છે. કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો નિખિલે આક્ષેપ પણ લગાવવામાં આવ્યો હતો. અંતે નીખીલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.