સગાઈના તાંતણે બંધાયા આપણા લાડીલા ખજુરભાઈ, જુઓ કોણ છે ખજુરભાઈના મંગેતર

ગુજરાત(Gujarat): આજે ખજૂરભાઈ(Khajoor bhai)ના અંગત જીવનના ખુબ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકો માટે મસીહા બનેલા અને ગુજરાત(Gujarat)ના સોનું સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ આજે…

ગુજરાત(Gujarat): આજે ખજૂરભાઈ(Khajoor bhai)ના અંગત જીવનના ખુબ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના લોકો માટે મસીહા બનેલા અને ગુજરાત(Gujarat)ના સોનું સુદ તરીકે જાણીતા ખજૂરભાઈ આજે સગાઈ(Khajoorbhai’s engagement)ના તાંતણે બંધાયા. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ ઘણાં લોકોની વ્હારે આવ્યા છે અને ગરીબ લોકો મકાનો પણ બનાવી આપ્યા છે.

જાણો ખજુરભાઈએ કોની સાથે કરી સગાઇ
ખજુરભાઇએ પોતાની સગાઇની માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેઓએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનરનું નામ લખ્યુ હતુ અને તસવીરમાં ટેગ કરી હતી. ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે. ખજૂરભાઈની બીજી પણ તસવીર સામે આવી છે, જે તેમની ભાવિ પત્ની મીનાક્ષીએ શેર કરી છે, જેમાં નીતિન જાની અને મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યાં છે.

નીતિન જાની આ તસવીરમાં યલો ટી શર્ટ અને ઓપન શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમની ભાવિ પત્ની મીનાક્ષીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. મીનાક્ષ અને ખજુરભાઇ બંને એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. ખજુરભાઇએ હાલમાં જ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં તેમની સગાઇની તસવીર મૂકી છે. જે બાદ ચાહકો કમેન્ટ સેક્શનમાં તેમને શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા છે.

તમને જણાવી દઈએ ખજુરભાઇએ 8 નવેમ્બરના રોજ જ તેમના ઇન્સ્ટાગ્રામ પર સગાઇની જાણકારી તેમના ચાહકોને આપી હતી. નીતિન જાનીને કોઇ ઓળખની જરૂર નથી. તેઓ હવે એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે, નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે.

ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ ગુજરાતમાં 200 જેટલા પાક્કા ઘર બનાવી આપ્યા છે
નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો, તેમણે પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. ગુજરાતમાં તેમને 200 ઘર બનાવ્યા અને લોકોને આશરો આપ્યો,

ત્યારે 200 ઘર બનાવવાની આ ખુશીની ઉજવણી કરવા માટે તે આ કામમાં સહભાગી બનેલા લોકોને લઈને 5 દિવસના દુબઇ પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *