2019 ની લોકસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે, ત્યારે બપોર સુધી ના ટ્રેન્ડ માં દેશમાં ફરી એક વાર સંપૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર બની રહી છે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે. કોંગ્રેસે ફરીવાર 2014 કરતા પણ કારમી હારનો સામનો કરી રહ્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક ને આ હાર સહન ન થતા બળાપો કાઢતા કહ્યું છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર નહીં, પરંતુ દેશની જનતાની હાર થઈ છે એવો ટોણો મારીને રાજનીતિની ખેલદિલીની પરિભાષા ભૂલી ગયો છે તેવી કરતુત કરી.
હાર્દિક પટેલે મીડિયા સામે આવવાને બદલે એક ટ્વિટ કરીને લખ્યું છે, આ ચૂંટણીમાં કોંગ્રેસની નહીં બેરોજગારીની હાર થઈ છે, શિક્ષણ હાર્યું છે, ખેડૂત હાર્યો છે, મહિલાઓનું સન્માન હાર્યું છે, સામાન્ય જનતા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ હાર્યા છે, એક આશા હારી છે, સાચું કહીએ તો હિન્દુસ્તાનને જનતા હારી છે. હાર્દિકે પાટીદાર નેતા મટી ને હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે લડાઈ શરૂ કરી છે તે રીતે ટ્વિટમાં અંતિમ શબ્દોમાં લખ્યું કે, કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ની લડાઈ ને સલામ કરું છું. લડીશું અને જીતીશું. જય હિન્દ.
લોકસભા ચૂંટણી ના સાતમાં ચરણ બાદ હાર્દિક પટેલે પોતાનો ઓપિનિયન પોલ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસને ૮ થી ૧૦ બેઠકો મળશે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ એક પણ બેઠક પર શરૂઆત થી આગળ આવી શકી નથી. આમ હાર્દિક પટેલનો દાવો ખોટો પડ્યો છે. સાથે સાથે તેણે દેશમાં યુપીએની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો અને ભાજપને 180 મળશે એવું ભવિષ્ય ભાખ્યું હતું જે સદંતર ખોટું પડતું દેખાઈ રહ્યું છે.
હાર્દિકને કોંગ્રેસ દ્વારા નવી આવેલી વહુ ની જેમ ખૂબ માનપાન અપાયા હતા. હાર્દિક પટેલને પ્રચાર માટે ચાર્ટડ પ્લેન અને હેલીકોપ્ટર ની સુવિધા અપાઈ હતી. હાર્દિક એ કોંગ્રેસ માટે દેશના ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યો હતો. પરંતુ હાર્દિક એ પ્રચાર કર્યો હોય તેવી એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો કશું ઉકાળી શક્યા નથી.
વાસ્તવિકતાની વાત કરીએ તો દેશમાં એવો માહોલ જણાઈ રહ્યો હતો કે હવે મોદી લહેર ટકી રહી નથી. પરંતુ હકીકત એ છે કે ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો પર ભાજપ એકલા હાથે આગળ ચાલી રહ્યું છે. આમ મોદી લહેર નથી રહી તેવી વાતને પણ હવે ફોક ગણી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.