હાર્દિક પટેલ વિરુદ્ધ વિરમગામમાં લાગેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નામના બેનર કોણે લખાવ્યા છે તેના સળગતા પુરાવાઓ TRISHUL NEWS ના હાથ આવ્યા છે. હાર્દિક પટેલના (Hardik Patel) એક સમયના PAAS ના સાથી અને હવે ભાજપના નેતા એવા ચિરાગ પટેલ, નિલેશ એરવાડીયા એ આ સોદો પાર પાડ્યો છે એવો ખુલાસો સુરેશ પટેલએ કર્યો છે. વિરમગામના આ બેનર લાખા ભરવાડના દીકરા સાથે સેટિંગ કરીને લગાવ્યા હોવાના પુરાવા બહાર આવતા વિવાદ થવાની સ્થિતિ ઊભી થઈ છે. બેનર બાંધવા સિવાય પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક પટેલ વિરુદ્ધ નિવેદનબાજી કરવાની પણ ડીલ કરવામાં આવી હતી.
વિરમગામ Viramgam ની ચૂંટણી અગાઉ પાટીદાર આંદોલન સમિતિના કેટલાક નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને સમર્થન નહી આપવાની જાહેરાત કરી હતી અને ભાજપ નેતાઓની વિરુદ્ધમાં કામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ચિમકી આપવાનો એકમાત્ર હેતુ હાર્દિક પટેલનું નાક દબાવવાનું હોવાનું સામે આવ્યું છે.
આ દરમ્યાન પાટીદાર આંદોલન સમિતિના જતીન, જગદીશ અને દર્પણ પાટીદાર સમાજ ના 4 મુદા માટે પ્રેસ કરવાના હતા. જેનો ફાયદો ઉઠાવી ચિરાગે નિલેશ એરવાડીયા ને પ્રેસ ચાલુ થાય તે પહેલાં ત્યાં મોકલી ને મુકેશ પટેલ દ્વારા તેને કોન્ફરન્સ માં કોઈ પક્ષ કે વ્યક્તિ નો વિરોધ ન કરવાની શરતે બેસવા માટે આ બધા ને તૈયાર કર્યા .
શરૂઆત જગદીશ પરીખે 4 માંગણીઓ ની રજુઆત કરી ત્યારબાદ જતીન અને દર્પણ દ્વારા આ બાબતે સમજણ આપી, પણ જ્યારે નિલેશ ને બે શબ્દો બોલવા કીધા તો તેણે વિરોધ ચાલુ કરી દીધો. પ્રેસ ચાલુ હતી એટલે બાજુ માં બેઠેલા લોકો કશું બોલ્યા નહિ પણ પ્રેસ પુરી થતા જ આ બાબતે બોલવાનું થયું હતું. કેમ કે જે ઉદ્દેશ થી પ્રેસ કરવાની હતી તેનાથી ઉલટી અસર થઈ. આ બાબતે જગદીશ પરીખ દ્વારા બે દિવસ બાદ એક મેસેજ પણ ફેસબુક દ્વારા પોસ્ટ કરાયો હતો અને પાસ નું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે પાસ ફક્ત 4 માંગ માટે છે કોઈ નો વિરોધ કરવા માટે નહીં અને જેણે વિરોધ કર્યો એ તેનો પર્શનલ વિચાર હતો..
કોંગ્રેસના વિરામગામના ઉમેદવાર લાખા ભરવાડ પાસેથી પાંચ લાખ રૂપિયા નો સોદો કરીને નિલેશ એરવાડીયા અને ચિરાગ પટેલે અન્ય કેટલાક યુવાનોની મદદથી વિરમગામમાં હાર્દિક પટેલની વિરુદ્ધમાં બેનર લગાવ્યા હતા. આ બાબતે પૈસા વહેંચણીનો વિવાદ થતા કેટલાક વિભિષણોએ ત્રિશુલ ન્યુઝ સુધી રેકોર્ડિંગ પહોંચાડ્યા છે.
હાર્દિક પટેલ સાથે આ બાબતે વાતચીત માં હાર્દિક પટેલે જણાવ્યું હતું મારી પાસે પણ આ રેકોર્ડિંગ આવ્યા છે અને મેં પાર્ટીને લેખિતમાં ચિરાગ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી છે.
નિલેશ એરવાડીયા એ પાંચ લાખ રૂપિયા ની લાલચમાં પોતાના સોદાબાજીના સાથી ચિરાગ પટેલ સાથે બબાલ કરી લેતા વિવાદ સપાટીમાં પર આવ્યો છે. નીલેશ એરવાડીયા બોલતા જણાય છે કે, હું મારી પાસે રહેલા રૂપિયા માંથી કોઈને પણ એક રૂપિયો આપવાનો નથી અને પહેલા વિચાર હતો કે હું કામ કરનારા છોકરાઓને ડીઝલના 10000 આપીશ પણ હવે એક પૈસો પણ આપીશ નહીં. આ રકમ લાખા ભરવાડના દીકરા પાસેથી ચિરાગ પટેલે લીધી હતી અને તેમાંથી બે રૂપિયા પોતાની પાસે રાખીને બાકીના નીલેશ એરવાડિયાને આપવામાં આવ્યા હતા.
ચિરાગ પટેલને બેનર બાંધવા અને ર્પેસ કોન્ફરન્સ કરીને હાર્દિકનો વિરોધ કરવા માટે કુલ વીસ લાખ રૂપિયા મળ્યા હોવાની માહિતી સામે આવી છે, ત્યારે આ સ્ફોટક રેકોર્ડીંગમાં ગાળાગાળી હોવાથી દર્શકોને સંભળાવી શકાય એવા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.