હાર્દિક પટેલે નરેશ પટેલનો વિરોધ કરવાનું માંડી વાળ્યું- પત્ર લખીને કહ્યું તમે કોંગ્રેસમાં આવો- મીડિયાને આપ્યો પણ નરેશભાઈ ને નહી

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના નેતા હાર્દિક પટેલે(Hardik Patel) ખોડલધામ(Khodaldham)ના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને પત્ર લખીને રાજકારણમાં જોડાવા વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના નેતા હાર્દિક પટેલે(Hardik Patel) ખોડલધામ(Khodaldham)ના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ(Naresh Patel)ને પત્ર લખીને રાજકારણમાં જોડાવા વિનંતી કરી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, નરેશ પટેલ પાટીદાર સમાજના માર્ગદર્શક તરીકે રાજકારણમાં આવે તે જરૂરી છે. હાલમાં પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, રાજ્યના હિત અને અસ્તિત્વ માટેની લડાઈ લડવાનો સમય આવી ગયો છે. હાર્દિકે નરેશ પટેલને ભાજપ સામે રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે 2015થી ઘણા યુવાનો અન્યાય સામે લડી રહ્યા છે. હાલમાં હજારો પાટીદાર યુવાનો ખોટા કેસોથી પીડિત છે.

ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો:
પત્રમાં હાર્દિક પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, નરેશ પટેલ ગુજરાતની અસ્મિતા બચાવવા કોંગ્રેસમાં જોડાયા તો રાજકારણથી મોટી કોઈ સેવા ન હોઈ શકે. આ કોંગ્રેસ નેહરુ અને ગાંધીની પાર્ટી છે. હાર્દિકે વધુમાં કહ્યું કે, તેણે જીગ્નેશ અને કન્હૈયાને પણ કોંગ્રેસમાં જોડ્યા છે. હાલમાં સત્તાધારી પક્ષ પૈસાના જોરે શાસન કરે છે. સરકારે રજૂ કરેલા વર્ષ 2022-23ના ગુજરાતના બજેટમાં કંઈ નવું નથી. વર્તમાન સરકારની કોઈ નીતિ જ નથી.

મને કોઈ પત્ર જ મળ્યો નથી: નરેશ પટેલ
બીજી બાજુ જોવામાં આવે તો હાર્દિક પટેલના પત્ર વિશે નરેશ પટેલ પોતાની પ્રતિક્રિયા દર્શાવતાં જણાવ્યું હતું કે, હાલ મને હાર્દિક પટેલ તરફથી આવો કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. આ પ્રકારના આમંત્રણ મને રોજ આવે છે. યોગ્ય સમય આવશે તે પ્રમાણે અને ત્યારે હું રાજકારણમાં આવીશ. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલે જણાવતા કહ્યું હતું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવવા માટે મે ખુલ્લો પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *