હાલનું યુવાધન ખેતી અને પશુપાલન પાછળ વળ્યું છે. લાંબા અભ્યાસ પછી પણ ખેતી અને પશુપાલન દ્વારા લાખો અને કરોડોની કમાણી કરતા લોકોની સંખ્યા વધી રહી છે. પાટણ શહેરમાં રહેતા ખેડૂત યુવાને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ ઊંચા પગારની નોકરી છોડી પાટણના આ યુવાને ગૌ સંવર્ધન કરવાનો નિર્ણય લીધો હતો. ચાર પહેલા ચાર ગીરગાય લાવી ગૌ સવર્ધન કેન્દ્ર શરૂ કર્યું હતું. ચાર વર્ષ પછી આજે આ યુવાન પાસે ૪૦થી વધુ ગીર ગાયો છે અને તેમના સંવર્ધન થકી આ યુવાન વાર્ષિક ૭થી ૧૦ લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યો છે. સાથે સાથે આ યુવાન ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવી બાયપ્રોડ્ક્ટમાંથી પણ વધારાની આવક મેળવી રહ્યો છે.
આટલો અભ્યાસ કરીને પણ ઊંચા પગારની નોકરી છોડી આ યુવાને ગૌ સેવા કરવાના નિર્ણયના કારણે સમાજમાં નવો પ્રકાશ પાથર્યો છે. પાટણ શહેરમાં રહેતા હરેશભાઇ પટેલે ગીર ગાયના સંવર્ધન સાથે જ હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે તેમન ખેતીની જમીનમાં આજથી ચાર વર્ષ પહેલા ચાર જેટલી ગીર ગાયો લાવી ગૌ શાળા શરૂ કરી હતી અને વર્તમાન સમયમાં 40 થી પણ વધારે ગાયોના સંવર્ધન થી આ યુવાન લાખોની કમાણી કરી રહ્યો છે.
તેમની ગૌશાળા ની વાત કરીએ તો, એક ગાય દરરોજનું 14 લિટર દૂધ આપે છે. બંને ટાઈમ સવાર અને સાંજ નું કુલ ૬૦ મીટર જેટલું દૂધ મેળવી વાર્ષિક ૧૨ હજાર લિટર દૂધ મેળવે છે. હરેશભાઈ આ દૂધનું વેચાણ નથી કરતા પરંતુ આ દૂધમાંથી શુદ્ધ ઘી બનાવી તેનું વેચાણ કરે છે જેના થકી હરેશભાઈ વર્તમાન સમયમાં સાથે ૧૦ લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે.
ગૌ સંવર્ધન ની સાથે સાથે હરેશભાઇ પટેલ 30 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે. ખેતી દરમિયાન હરેશભાઈ તેમના પશુઓ માટે ઘાસચારો અને શાકભાજી અને ઘઉંનું વાવેતર કરે છે. આ 30 વીઘા જમીનમાં હરેશભાઈ ગાયના ગોબર અને ગૌ મૂત્ર નો ઉપયોગ કરી સફળ ખેતી કરી રહ્યા છે. હરેશભાઇ પટેલ ને પશુપાલનની સાથે-સાથે ખેતીમાંથી પણ સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે.
હરેશભાઈના આ કારોબારમાં મદદરૂપ થવા માટે હરેશભાઈ ના મોટા ભાઈ પંકજભાઈ પણ તેમને સાથ આપી રહ્યા છે. પંકજભાઈ પણ ગાયના ગોબર નો સદુપયોગ કરીને અગરબત્તી, કેમિકલ મુક્ત ધૂપ, ગૌમૂત્રઅર્ક, ગોનાઇલ, હર્બલ સાબુ હેન્ડવોશ શેમ્પુ ઓઇલ દંતમંજન અને સાથે સાથે પંચગવ્ય જેવી પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને હરેશભાઈ ની સાથે સાથે તેમના મોટાભાઈ પણ આ બિઝનેસ માંથી સારી એવી આવક મેળવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.