બાઈક સ્લિપ થતાં હારીજના દુનાવાડાના યુવકનું મોત, પત્નીને લેવા માટે સાસરીએ જતો હતો

ગુજરાતનાં પાટણના ફુલણિયા હનુમાન મંદિરના પાટિયા નજીક બાઈક સ્લિપ થઈ હતી. હારીજના દુનાવાડાના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવક પત્નીને તેડવા માટે સાસરીમાં જઇ રહ્યો હતો.એ સમયે કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઇને માટીના ઢગલા પર પડી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પાટણ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ અનુસાર શનિવારે સાંજે હારીજના દુનાવાડાનો રહેવાસી અરવિંદ ઠાકોર પત્ની અલ્કાબેનને તેડવા માટે સાસરીએ જઈ રહ્યો હતો. જે દરમિયાન ખારીવાવડી જવાના રસ્તે ફુલણિયા હનુમાન મંદિર પાસેથી યુવક પસાર થઇ રહ્યો હતો. જે દરમિયાન પૂરપાટ ઝડપે જતી બાઈક પરથી યુવકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સ્લિપ થઇ ગઈ હતી.

રોડની સાઈડમાં પડેલા માટીના ઢગલા સાથે બાઈક અથડાતા અરવિંદ ઠાકોર નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાંથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે 108ને જાણ કરી હતી. 108માં યુવકને પાટણ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *