દેશમાં રહેલા લોકો શાંતિથી સુઈ શકે અને આનંદ માણી શકે તે માટે પોતાના કે પોતાના પરિવારની જરા પણ પ્રવાહ કર્યા વગર દેશની કાજે રાત-દિન દેશના સીમાડાએ ઉભા રહીને દેશની રક્ષા કરે છે, તેવા વીર જવાનોને નમન કરીએ એટલા ઓછા પડે. ત્યારે આજે ગુજરાતે એક વીર સપુતે પોતાનું લોહી વહાવીને તિરંગાની શાન બચાવી હતી.
ગુજરાતે આજે ફરી એક વખત સપૂત અને વિર જવાન ખોયો છે. દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાને શહીદીને ભેટીને તિરંગાનું કફન ઓઢી લીધૂ છે. 25 વર્ષના હરીશ પરમાર પૂંછમાં આતંકવાદીઓ સાથે અથડાણમાં શહીદ થતાં દેશ સહિત સમગ્ર ગુજરાત ભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ગુજરાતના જવાન આતંકવાદી સામે લડતા થયા શહીદ:
દેશની સુરક્ષા કાજે આર્મી સાથે જોડાયેલા 25 વર્ષના હરીશ પરમારનું જમ્મુ કાશ્મીરના પૂંછમાં પોસ્ટિંગ ચાલી રહ્યું હતું. જે દરમિયાન આતંકવાદી સાથે અથડામણમાં ગુજરાતે વીરજવાન અને વીર સપુત હરીશ પરમારને ખોયા છે. 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા જૂવાનધોધ ગુજરાતના દીકરાએ સામી છાતીએ આંતકીઓનો સામનો કર્યો હતો અને દેશની રક્ષા માટે એક સાચી ફરજ બજાવી હતી. મેં રહું યા ના રહુ ભારત યે રહેના ચાહિએના વાક્યને સાર્થક કરી પોતાના જીવનને ભારત માતાના શરણોમાં સમર્પિત કરી દીધું છે. હામાં પરિવારને શહીદ થયા હોવાની જાણ કરી દેવામાં આવી છે અને પાર્થિવ શરીરને ગુજરાત લાવવાની તજવીજ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
2500ની વસ્તી ધરાવતું ગામ થયું શોક મગ્ન:
ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત 2500ની વસ્તી ધરાવતું ગામ શોકની લાગણીમાં ફેરવાઈ ગયું હતું. હરીશ પરમારના પરિવારજનો અને ગામવાસીઓ પોંક મૂકી રડી રહ્યા છે. ગામ લોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા માટે પહોંચી આવ્યા હતા છે અને ગામના લોકો પરિવાર સાથે દૂ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે અને દિલાસો આપી રહ્યા છે. સાથે જ ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા ગામવાસીઓ દ્વારા લાગી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.