ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની અનોખીઉજવણી: એવું કાર્ય કર્યું કે, ચારેબાજુ થવા લાગી વાહ-વાહી!

સુરત(Surat): કોરોનાના વધતા કેસો વચ્ચે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ સાદગી અને સેવાના સંદેશ સાથે સુરતની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં જન્મદિવસ(Birthday)ની અનોખી ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ ૩૭મા જન્મદિવસે ૩૭ દિવ્યાંગોને ૧૫ ટ્રાયસિકલ, ૧૫ વ્હીલચેર તથા ૭ વોકર અર્પણ કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.

નવી સિવિલ ખાતે સ્વામિનારાયણ પરમસુખ ગુરૂકુળના સ્વામી જગતસ્વરૂપજી અને સુરત નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓના હસ્તે  ૯૦ ટકા દિવ્યાંગ એવા મૂળ ઉત્તરપ્રદેશના પ્રેમકુમારને પ્રતિકરૂપે ૧ ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે અન્ય દિવ્યાંગજનોને તેમના ઘરે ટ્રાયસિકલ, વ્હીલચેર અને વોકર મોકલવામાં આવ્યા હતા.

ગૃહરાજ્યમંત્રીના જન્મદિને સુરતમાં બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રોજગાર મેળા સહિતના અનેક સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગૃહમંત્રી છેલ્લાં ૧૦ વર્ષથી દર વર્ષે ૮ જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં સપરિવાર આવી જરૂરિયાંતમદ દર્દીઓની જરૂરિયાત પૂર્ણ કરી જન્મદિન ઉજવે છે.

દર વર્ષે સગર્ભા માતાઓને કીટ અને ફ્રુટ વિતરણ, નવજાત બાળકોની કીટ, વિવિધ સાધન સહાય અર્પણ કરવામાં આવે છે, ત્યારે આજરોજ ૩૭ દિવ્યાંગોને ૧૫ ટ્રાયસિકલ, ૧૫ વ્હીલચેર તથા ૭ વોકર અર્પણ કરાયા હતા. આ ઉપરાંત, આજે તેઓએ નવી સિવિલમાં સારવાર લઈ રહેલા સચીન જી.આઈ.ડી.સી.માં બનેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું.

આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ અગ્રવાલ, નર્સિંગ એસો.ના સેક્રેટરી કિરણભાઇ દોમડીયા, નિલેશભાઈ લાઠિયા તથા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલના જગતસ્વરૂપ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *