ગુજરાત(Gujarat): રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) દ્વારા BBC દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મની ભારોભાર ટીકા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર BBC દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશન'(‘India: The Modi Question’) ડોક્યુમેન્ટરી ફિલ્મ એ 135 કરોડ ભારતીયના વિરોધમાં પ્રચારની ટૂલકિટ છે. જેને કારણે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરવા ધારાસભ્ય વિપુલકુમાર પટેલના બિનસરકારી સંકલ્પ પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. લોક નેતા ને બદનામ કરવા માટે બનાવવામાં આવેલી આ ફિલ્મ વિરુદ્ધ લાવવામાં આવેલા સંકલ્પને વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યો દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું એટલે કે ત્યાં ઉપસ્થિત સૌ એ ઉભા થઈને પ્રશંસા કરી હતી.
BBC डॉक्यूमेंट्री के खिलाफ विधानसभा में भाजपा विधायक के प्रस्ताव पर चर्चा । डॉक्यूमेंट्री बनाने वाले लोगो के खिलाफ सख्त कार्रवाई की मांग pic.twitter.com/RBNYlDcRnS
— Gautam Joshi (@Gautamkjoshi) March 10, 2023
વધુમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, બીબીસી ની આ દસ્તાવેજી ફિલ્મ મોદી ફોબિયા, ઇન્ડિયા ફોબિયાનું ઉદાહરણ છે. બીબીસી દ્વારા વર્ષ 2014 થી ભારત વિરોધી વલણ આપનાવવામાં આવી રહ્યું છે. બીબીસી દ્વારા દિલ્હી નિર્ભયાકાંડ પર પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી. જેમાં પણ દીકરીને ન્યાય આપવાને બદલે આરોપીઓને છાવરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. બીબીસી દ્વારા આ આરોપ નરેન્દ્ર મોદી પર નહીં પણ 135 કરોડ ભારતીય પર લગાવવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, મોરબી મચ્છુ ડેમની ઘટનાનું સૌપ્રથમ બ્રેકિંગ બીબીસીમાં કરવામાં આવ્યું હતું. બી બી સી દ્વારા જો સાચે જ સર્વે કરવામાં આવ્યો હોત તો ખબર પડત કે આ દુર્ઘટનાના બચાવ કાર્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. સાથે જ કહ્યું છે કે, કારગિલ યુદ્ધ વખતે પણ હિમાચલ પ્રદેશમાં ઘાયલ સૈનિકોની સેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયેલા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડાઈ તેવા પ્રોપોગેંડા ચલાવવામાં આવે છે. વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી યુવાનોનું સ્વપ્ન સાકાર કર્યું છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, બીબીસી ડોક્યુમેન્ટરી જે લોકો નરેન્દ્ર ભાઈ ને સમજ્યા નહીં હોય તેમના માટે હશે. વર્ષ 2002 2007 2012 અને 2014માં એક બાદ એક ના એક આરોપ લગાવતા ગયા, પરંતુ વડાપ્રધાન મોદી કામ કરતા ગયા. ત્યારબાદ મોદી મોદી ના નારા સમગ્ર દેશમાં લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ પદના દાવેદાર જાહેર કર્યા અને ઐતિહાસિક ભાજપની જીત થઈ. 20 વર્ષથી એક જ વ્યક્તિ સામે ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. દેશના નાગરિકોએ તેમને વડાપ્રધાન બનાવ્યા છે. ન્યુઝ ના નામે મારા દેશના લોકોએ જેમને વડાપ્રધાન બનાવ્યા છે તેમને બદનામ કરવાનો કારચો રચ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.