એક યુવક પર તૂટી પડ્યા સાત હેવાનો… સળગાવી દીધું ગુપ્તાંગ- યુવક કંપારતો રહ્યો પણ છેલ્લા શ્વાસ સુધી મારતા રહ્યા

ગુજરાત(Gujarat): પાટણ(Patan) શહેરમાં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા યુવકની નશામુક્તિ કેન્દ્રના સંચાલક અને તેના મળતીયાઓએ જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદમાં તેને કુદરતી…

ગુજરાત(Gujarat): પાટણ(Patan) શહેરમાં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા યુવકની નશામુક્તિ કેન્દ્રના સંચાલક અને તેના મળતીયાઓએ જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદમાં તેને કુદરતી મોતના મુખમાં ખપાવી અગ્નિ સંસ્કાર પણ કરી દીધા હતા. જોકે, CCTV સામે આવતાં પોલીસે 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ યુવકને સતત દોઢ કલાક સુધી એકધારો ઢોરમાર મારવામાં આવ્યો હતો અને બાદમાં ગુપ્તાંગને સળગાવી દીધું હતું. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહેસાણાના રહેવાસી ચંદ્રકાંત અંબાલાલ મિસ્ત્રી દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓની બહેનનો પુત્ર હાર્દિક સુથાર નશાના રવાડે ચડ્યો હતો. જેને છેલ્લા છ મહિનાથી પાટણના જયોના નશામુક્તિ કેન્દ્રમાં મુકવામાં આવ્યો હતો, પરંતું ગઈ 17 ફેબ્રુઆરીના રોજ ચંદ્રકાંતભાઈ ઉપર નશામુક્તિ કેન્દ્રના સંચાલકનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હાર્દિકે પોતાના હાથે ચપ્પુનો ઘા માર્યો છે અને તેનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું છે, તેથી અમે તેણે દવાખાને લઈ જઈએ છીએ. ત્યાર પછી બીજે દિવસે સંચાલકે ફોન ઉપર હાર્દિકનું મોત નીપજ્યું હોવાનું કહ્યું હતું અને તેના પરિવારજનોને પાટણ બોલાવતાં પરિવારજનો પાટણ આવતાં એક ખેતરમાં ઈકો ગાડીમાં હાર્દિકના મૃતદેહને દેખાડવામાં આવ્યો હતો. તેનું બીપી ઘટી જવાને કારણે તેનું મોત નીપજ્યું હોવાનું કહી પરિવારજનોને સાથે રાખી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક હાર્દિક સુથાર નશાની લત વાળો હોવાને લીધે તેના પિતા પણ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને સામાજિક રીતે તેના જોડે કોઈ સંબંધ રાખતુ ન હતું જેને કારણે તેના મોત અંગે કોઈને શંકાઓ ગઈ નહોતી અને સમગ્ર મામલો દબાઈ જવાની શક્યતાઓ હતી, પરંતુ PI મેહુલ પટેલે નશામુક્તિ કેન્દ્રના CCTV ફૂટેજ ચકાસતાં સંચાલક સંદિપ પટેલ અને મળતીયાઓ હાર્દિકના હાથ પગ બાંધીને માર મારવામાં આવતા હોવાના ફુટેજ પણ મળી આવ્યા હતા. સમગ્ર ઘટના બહાર આવતાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર , યુવકે આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જેથી અન્ય દર્દી આવું ન કરે જેથી આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

પોલીસે 7 આરોપી પૈકી 6 લોકોની કરી ધરપકડ:
મહત્વનું છે કે, પોલીસ દ્વારા કરીસંદિપ છગનભાઈ પટેલ (રહે, કમલીવાડા, તા.જી. પાટણ, જયોના નશામુક્તિ કેન્દ્રનો સંચાલક), જીતુ સાવલીયા પટેલ (રહે. ભાવનગર), જૈનિષ (રહે, સુરત), ગૌરવ માછીમાર (રહે. સુરત), મહેશ રાઠોડ નાયી (રહે. પાલનપુર), જયેશ ચૌધરી (રહે. નગાણા, તા. વડગામ)અને નિતીન ચૌધરી (રહે ચાંગા તા. વડગામ)ની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *