એક્ઝિટ પોલને ઇસુદાન ગઢવીએ ખોટી ઠેરવી- કહ્યું, આમ આદમી પાર્ટી આટલી બેઠકો જીતશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે ખરેખરીનો જંગ ખેલાયો હતો. જે બાદ અનેક એક્ઝિટ પોલ સામે આવ્યો છે જેમાં ભાજપ(BJP)નો પ્રચંડ વિજય બતાવવામાં આવી રહ્યો છે. જે બાદ કેટલાક નેતાઓના એક્ઝિટ પોલ પર નિવેદન સામે આવ્યા છે.

એક્ઝિટ પોલને લઈને ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન:
આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી જણાવતા કહ્યું છે કે, એક્ઝિટ પોલના આંકડા સાચા નથી કારણ કે જેનો અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ હોય છે. 2013માં પણ જ્યારે AAP દિલ્હીમાં લડી રહી હતી ત્યારે બધા કહેતા હતા કે તે પોતાની ડિપોઝીટ બચાવી શકે તો પણ બહુ મોટી વાત છે પરંતુ આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હું માની રહ્યો છું કે AAPનું પરિણામ એક્ઝિટ પોલ કરતાં વધુ હશે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવી શકશે નહીં. વધુમાં તેમણે દાવો કરતા કહ્યું હતું કે, અમે અંદાજો લગાવીએ છીએ કે અમે 100 કરતા વધુ બેઠકો જીતીશું.

બીજા તબક્કામાં સરેરાશ 64.39 ટકા જેટલું થયું છે મતદાન:
જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર બીજા સરેરાશ 64.39 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તમામ મતદાન બૂથ પર શાંતિપૂર્વક રીતે મતદાન પૂર્ણ થયું છે. 93 બેઠક પર 833 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. આ તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા જેટલું થયું છે મતદાન:
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન નોંધાયું હતું.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *