હરિયાણામાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચોટલા ની પાર્ટી જનનાયક જનતા પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે. દેશની અગ્રેસર કુસ્તીબાજ અને જેના જીવન પર દંગલ ફિલ્મ બની ચૂકી છે. તે કુસ્તીબાજ બબીતા ફોગાટ અને તેના પિતા મહાવીર ફોગાટ એ જનનાયક જનતા પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. બબીતા અને મહાવીર ફોગાટ એ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ ની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો આ દરમિયાન ભાજપના નેતા અનિલ જૈન, રામવિલાસ શર્મા અને અનિલ બલુની એ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોનું માનવું છે કે મહાવીર ફોગટ કે બબીતા ફોગાટ અને ભાજપ વિધાનસભાની ટિકિટ પણ આપી શકે છે. ભાજપમાં પ્રવેશ કરતી વખતે બબીતા ફોગાટ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિત શાહના તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર માં 370 કલમ રદ થઈ તે દરમિયાન નું અમિત શાહનું ટ્વિટ, Retweet કરીને બબીતાએ ભાજપ તરફનો ઝુકાવ બતાવ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ તેમણે ભાજપ નો કેસરીયો ધારણ કરી લીધો હતો અને ભાજપની પ્રાથમિક સદસ્ય પણ બની ગઈ.
Delhi: Wrestler Babita Phogat and her father Mahavir Singh Phogat join Bharatiya Janata Party in the presence of Union Minister Kiren Rijiju. pic.twitter.com/p4itp7hxMX
— ANI (@ANI) August 12, 2019
ઉલ્લેખનીય છે કે, દેશવિદેશમાં પોતાની કુસ્તીબાજ એથી નામના મેળવેલી બબીતા ફોગાટએ પોલીસ ઇન્સ્પેક્ટરનું પદ મેળવ્યું હતું. જે હોદ્દા પરથી તેમણે રાજીનામું આપી દીધું હતું. જે સ્પષ્ટ સંકેત છે કે, ભવિષ્યમાં તે ચૂંટણી લડશે.
30 વર્ષીય બબીતા એ વર્ષ 2014 અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2010ની કોમન ગેમ્સમા તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. 2012ના વર્ષમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માં બબીતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને 2013ની એશિયન ચેમ્પિયનશિપમાં પણ તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.