દહેજના કારણે કેટલાય પરિવારોની જિંદગી બરબાદ થઇ છે, અને હાલ એક ઘટનામાં નવા નવા લગ્ન થયા હતા અને સાસરીયાવાળાને એક કાર ન આપી તો દીકરીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેવાનો આરોપ દીકરીના પિતાએ મુક્યો છે. એક પરિણીત મહિલાનું શંકાસ્પદ રીતે મોત થતા પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાયો હતો. મૃતકના પરિવારજનોએ તેના પતિ અને સાસરિયાઓ સામે દહેજ હત્યાનો કેસ દાખલ કર્યો છે. મૃતકની ઓળખ તનુજા તરીકે થઈ છે. તે એક બેંકમાં નોકરી કરતી હતી. પિતાનો આરોપ છે કે તેણે દહેજમાં દિકરાના જમાઇને ક્રેટા કાર આપી નહોતી, તેથી જ તેઓએ તનુજાને ઝેર આપીને તેની હત્યા કરી હતી.
પરણીતા બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે પોસ્ટ પર હતી. હકીકતમાં, તનુજાના લગ્ન 24 મે 2020માં સંદીપ સાથે થયા હતા. આ પ્રેમ નહિ પરંતુ અરેન્જડ મેરેજ હતા. ત્રણ દિવસ પહેલા સંદીપના પરિવારજનોએ તનુજાના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તનુજા હોસ્પિટલમાં એડમિટ છે.
મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ સંદિપ અને તેના પરિવાર સામે આઈપીસી કલમ 304 (દહેજ હત્યા) અને કલમ 498 સહિત દહેજની માંગણી સાથે ગુનો નોંધ્યો હતો. તનુજાના પિતાએ પણ પોતાની તાહિરિકામાં જણાવતા કહ્યું હતું કે લગ્ન પછી તેણે ક્રેટા ગાડીની માંગણી કરી હતી અને ગાડી ન મળતા તેમણે મારી દીકરીની હત્યા કરી નાખી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સંદિપ અને તેનો પરિવાર તનુજાને મરતા પણ હતા. આખો પરિવાર પરણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે આ મામલે બંને પરિવારો વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી, પરંતુ આ હોવા છતાં સંદીપ અને તેના પરિવારજનોની દહેજની માંગ વધતી જ રહી છે. તે જ દરમિયાન તણાવમાં રહેલી તનુજાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. હવે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle