કશ્મીરથી કન્યાકુમારી (Kanyakumari from Kashmir) એટલે ભારતને ઉતરેથી દક્ષીણ તરફ જોડતો ભારતનો સૌથી મોટો સ્સ્તો (The biggest road) છે. આ રસ્તા પર દર વર્ષ અલગ-અલગ અને અનોખી રીતે લોકો સફર કરતા હોય છે. આવી જ એક અનોખી સફર ‘રાજેશ ડોગરા રોલર સ્કેટિંગ સ્કૂલના’ વિદ્યાર્થીઓ (Students) દ્વારા કરવામાં આવી છે. જેમણે આ સફર રોલર સ્કેટિંગ (Roller skating) ઉપર સર કરી છે.
તેઓ વિશ્વ પર્યટન દિવસે (World Tourism Day) એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કશ્મીરના લાલા ચોકથી પોતાની યાત્રા પર નીકળ્યા હતા. આ યાત્રા 25 ડિસેમ્બરે કન્યાકુમારીએ પહોંચીને પૂર્ણ થશે. 5000 કિલોમીટરની આ યાત્રામાં 90 દિવસ, 100 શહેર, 10,000 ગામડાઓમાં થઇને પસાર થશે. આ સંપૂર્ણ યાત્રા તેઓ 2.50 ઇંચના સ્કેટિંગ પર સર કરી રહ્યા છે.
રોલર સ્કેટર વારાણસીની રહેવાસી સોની ચોરસિયાએ જણાવ્યું કે, ‘દરરોજ નવા ચેલેન્જનો સામનો કરવો પડે છે. સારા-ખરાબ સ્સ્તા પર સફર દરમીયાન અમે પડતા હોઈએ છીએ, અને ઇઝા પણ થાય છે. તેમ છતાં અમે આ ચેલેન્જોનો હસતા મુખે સામનો કરી, ફરી ઊભા થઈએ અને યાત્રા કરીયે છીએ. અત્યાર સુધી અમે અમારી યાત્રાનો 2,430 કિ.મી ની સફર પૂરી કરી દીધી છે. અત્યાર સુધીમાં આ સફર દરમિયાન અમે દેશના 5 રાજ્યો પાર કર્યા છે અને ગુજરાત અમારું છઠું રાજ્ય છે.’
અમારી આ સ્કેટિંગ યાત્રાનો મુખ્ય ઉપદેશ એ છે કે, ભારત જાગરણ, કુપોષણ ભારત, ફિટ ઇન્ડિયા, વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવો, જેવા વિષયોમાં લોકોમાં જાગૃતિ ફેલાય. સાથે સાથે શાળા, કોલેજો અને ગામડાઓમાં નુકકડ નાટકો દ્વારા જાગૃતિ ફેલાવાનું કાર્ય પણ કરી રહ્યા છીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત, અતુલ્ય ભારતના નારા સાથે અમે અમારી આ યાત્રા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.