દેશમાં અવારનવાર રેપના કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે દેશની રાજધાની દિલ્હી પાસે આવેલા નોએડાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધે 20 રૂપિયાની લાલચ આપીને કિશોરી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.
મામલો નોએડાનો છે. જ્યાં એક 60 વર્ષીય વૃદ્ધે 20 રૂપિયાની લાલચ આપીને કિશોરી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. સૂચના મળવા પર ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે તેની પહેલાં લોકોએ આરોપી વૃદ્ધની ધોલાઇ કરી નાંખી હતી. પીડિતાના પરિવારજનોએ જણાવ્યા અનુસાર અગાઉ પણ લાલચ આપીને આરોપીએ કિશોરી સાથે અનેકવાર છેડતી કરી છે.
શું છે મામલો
હકીકતમાં આરોપીએ એક કિશોરીને 20 રૂપિયાની લાલચ આપીને બોલાવી અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે જ કિશોરીએ બૂમો પાડી અને આસપાસ ભીડ એકઠી થઇ ગઇ. જે બાદ મામલો જાણીને ત્યાં હાજર લોકોએ વૃદ્ધને ધોઇ નાંખ્યા અને આરોપીને પોલીસના હવાલે કર્યો.
ત્યાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. જો કે પોલીસ આ મામલે કંઇ કહેવા તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.