આણંદ(ગુજરાત): આજકાલ વધી રહેલ અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આણંદ(Anand) વલ્લભ વિદ્યાનગર(Vallabh Vidyanagar)ના સ્થાપક ભાઇકાકા(Bhaikaka)ના પ્રારંભ બંગ્લોઝ નજીક ભયાનક અકસ્માત(Accident) થયો હતો. જેમાં છાકટા બનેલા નબીરાઓએ ફૂલ સ્પીડમાં કાર(High speed car) ચલાવી ભાઇકાકાના બંગલોની દિવાલ તોડી અંદર ઘુસાડી દીધી હતી અને કમ્પાઉન્ડ(Compound)ની અંદર પાર્ક કરેલી ગાડીને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. જો આ અકસ્માત દિવસે થયો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. અકસ્માત બાદ નબીરાઓ કાર મૂકીને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે, આ ગાડી બાકરોલ(Bacroll)ના કોઇ હરીશ(Harish) નામના શખસની છે.
આ કારની પાછળના ભાગે રાજપૂત લખેલું છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં શનિવાર મોડી સાંજ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. આમ, પોલીસની કામગીરી પર આ વખતે પણ સવાલ ઉભા થયા છે. આ માર્ગ પર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો બંગલો આવેલો છે અને ખૂબ ધનાઢ્ય વિસ્તાર હોવા છતાં પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરવાને બદલે આરામના મૂડમાં હોવાના આક્ષેપ લાગી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાનગર યુનિવર્સિટી સર્કલ રોડ પર સદગત ભાઇકાકાનો પ્રારંભ નામનો બંગલો આવેલો છે. શુક્રવાર રાત્રિના બે કલાકે નંબર પ્લેટ વિના એક કારમાં ત્રણ જેટલા યુવકો નશામાં 100ની સ્પીડે કાર ચલાવતાં પ્રારંભ બંગ્લોઝની દિવાલ સાથે ધડાકાભેર અથડાતાં કાર દિવાલ તોડીને અંદર ઘુસી ગઇ હતી. આ અંગે જીગ્નેશભાઇ નામના રહીશે જણાવ્યું હતું કે, અકસ્માત કરનાર કારચાલકની અમે પૂછપરછ કરતાં બાકરોલના હરિશ નામની કોઇ વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે.
કારચાલકે 100થી વધુની સ્પીડે કાર હંકારતા રાત્રે માર્ગ પરથી પસાર થઇ રહેલા એક ભાઇ સહેજમાં બચી ગયા હતા. કહી શકાય કે, 100 વધુ સ્પીટ કાર હંકારતા હોવાથી માર્ગ પર અન્ય યુવકોનો પણ આબાદ બચાવ થયો હતો. આ અંગે ભાઇકાકાના પરિવારજન ડૉ. સ્મિતા પટેલ દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નોંધનીય છે કે, વિદ્યાનગરમાં હજારો વિદ્યાર્થીઓની અવરજવર હોવા છતાં ઘટના પગલે પોલીસ પેટ્રોલીંગના દાવપોકળ સાબિત થયા છે. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહેશભાઇને પુછવામાં આવતા આ અંગેની ફરિયાદ હજુ સુધી આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.