જુનાગઢ(Junagadh): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali)ના કોઈલી ફાટક પાસે નવા બનતા નેશનલ હાઇવે પર ડમ્પર અને ટ્રાવેલર વચ્ચે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે સાતથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જયારે પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ છે. .
ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે:
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના પ્રવાસીઓ સોમનાથ દર્શન કરી રાજકોટ જઇ રહ્યાં હતા. આ દરમિયાન વંથલીના કોઈલી ફાટક પાસે ટ્રાવેલરની ડમ્પર સાથે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાતથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં 3 વ્યક્તિની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં બન્ને વાહનોના આગળના ભાગનો ફુરચો બોલી ગયો હતો. તેમજ અકસ્માતના પગલે હાઈવે લોહિયાળ બન્યો હતો. લોકોની ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા:
ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ સ્થાનિક લોકોના પણ ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સાથે જ પોલીસે અને ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોએ અકસ્માતમાં ભોગ બનેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. આ અકસ્માતમાં એકત્રિત થયેલા લોકોએ પ્રામાણિકતા દાખવી ડમ્પર અને ટ્રાવેલરમાંથી પડેલી સોનાંની કિંમતી ચીજ-વસ્તુઓ અને રોકડાં રૂપિયા વંથલી પોલીસને સોંપી દીધાં હતા.
આ ગમખ્વાર અકસ્માતમાં રાધેશ્યામ ગુપ્તા(75) નું કરુણ મોત નીપજ્યું હતું. જયારે રાધા ગુપ્તા(38), અન્દેવી ગુપ્તા(65), શુભ ગુપ્તા(14), સિદ્ધિ ગુપ્તા(11), પૂજા ગુપ્તા(33), મહેશ ગુપ્તા(38) તેમજ મહાવીર ગુપ્તા(42) આ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સાથે જ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.