ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે વરસાદને લઇને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી(Rain forecast) કરતા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા એવા વરસાદ(Heavy rain)ની આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદની આગાહી વચ્ચે આજ રોજ સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. જો વાત કરવામાં આવે તો ઈડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે. પરંતુ જો વરસાદ આમ જ યથાવત રહેશે તો જિલ્લાના તમામ જળાશયો છલકાઈ જવા પામશે.
સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં પડી શકે છે સારો એવો વરસાદ:
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.
લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે વરસાદનું જોર વધશે:
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ ખાબકશે. જો કે તેમ છતાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પ્રસાશન દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ હોવાના કારણે વરસાદનું જોર વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.