ગુજરાત(Gujarat): રાજ્યમાં મોટા ભાગના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ ખાબકી રહ્યો છે. ક્યાંક છૂટોછવાયો અને ક્યાંક ધોધમાર વરસાદ(Heavy Rain) મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ચોમાસાના બીજા રાઉન્ડની શક્યતાઓ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આપવામાં આવી છે.
શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તૈનાત કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે. શનિવારના રોજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મંગળવારના રોજ રાત્રિના 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં ખાબક્યો વરસાદ:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ ખાબકી ચુક્યો છે, જેમાં કપરાડા, માતર, વસો, નડિયાદ, પોશીના, મહેમદાવાદમાં 3થી ચાર ઈંચ સુધી વરસાદ તૂટી પડ્યોછે. આ ઉપરાંત હાલોલ, અમીરગઢ, ખેડા, વિજયનગર, કડાણામાં બેથી અઢી ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. ગુજરાતમાં સીઝનનો કુલ 20 ઈંચ વરસાદ ખાબકી ચુક્યોછે, જેમાં કચ્છમાં 104.09 ટકા , ઉત્તર ગુજરાતમાં 35.22 ટકા , મધ્યગુજરાતમાં 50.01 ટકા , સૌરાષ્ટ્રમાં 58.05 ટકા અને દક્ષિણ ગુજરાતમા 75.11 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે, જ્યારે રાજ્યમાં 59 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.