Rain in Kutch: આજે બપોર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે કચ્છનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ ઘટનાની ખાસ કરીને વ્યાપક અસર પૂર્વ કચ્છમાં જોવા મળી હતી. બપોર બાદ શરુ થયેલા આ ભારે પવન અને વરસાદના માહોલ વચ્ચે કંડલા, અંજાર અને ગાંધીધામ તાલુકાના વિસ્તારોમાં ખુબજ ખરાબ અસર જોવા મળી હતી. મેળલી માહિતી અનુસાર કંડલા પોર્ટમાં જેટી પર કાર્ગો હેન્ડલ કરવા માટેની મોટી તોતિંગ ક્રેન ભારે પવનના કારણે તેના પાટા પરથી ખસીને એકબીજા સાથે અથડાઈ હતી.
ત્યારે ગાંધીધામના મોબાઈલ ટાવર પણ આ પવનના કારણે ધરાશાયી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, કયાંક તો ભારે પવનમાં મકાનના પતરા ઉડી ગયા હતા. વાતાવરણમાં થયેલા આ પલતા અને વરસાદ ના કારણે અંજારના માર્કેટ યાર્ડમાં પેક કરીને રાખવામાં આવેલી કેરીઓના બોક્સ વરસાદના પાણીથી પલ્લી ગયા હતા. તેના કારણે વેપારીઓને ખુબજ મોટું નુકશાન થયું હતું.
ભારે પવનને કારણે કંડલામાં તો એક તરફ જયાં દરિયો ગાંડો થયો હતો, ત્યારે બીજી તરફ પોર્ટની જેટી ર કાર્ગો હેન્ડલ કરવા માટે પાટા પર સેટ કરવામાં આવેલી મોટી તોતિંગ ક્રેન ખસી ગઈ હતી અને સરકવાનું શરુ કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ ક્રેન એકબીજા સાથે અથડાઈ જવાને કારણે પોર્ટ એરિયામાં રહેલા કર્મચારીઓ અને મજૂરોમાં ખૌફનો માહોલ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગઈકાલે બપોર પછીના સમયે અંજાર,ગાંધીધામ અને કંડલાનાં આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેને લઈને હાલમાં ગાંધીધામ-અંજારમાં નુકશાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદ અને પવનના કારણે અમુક જગ્યાએ પર વીજળીના થાંભલા ધરાશાયી થઇ ગયા હતા. તો વળી કયાંક અગાસીઓ પર મુકવામાં આવેલી પાણીની ટાંકી હવામાં ઉડતી જોવા મળી હતી.
સોસીયલ મીડિયા પર નુકશાનીના અનેક વિડીયો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં જાણે મીની વાવાઝોડુ આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર આટલું જ નહિ પરંતુ ગાંધીધામ બસ સ્ટેન્ડની સામે આવેલા એક કોમ્પ્લેક્સમાં ધાબા ઉપર સેટ કરવામાં આવેલો મોબાઈલ ટાવર પણ ધરાશાયી થઇ ગયો હતો. અંજાર તાલુકાના અજાપર ગામ ખાતે મકાનના પતરા હવામાં ઉડી ગયા હતા. મજૂરોના ઘરની છત ઉડી જવાને કારણે ઘરમાં રાખવામાં આવેલી ઘર વખરીની વસ્તુઓ પાણીમાં પલળી ગઈ હતી.
અત્રે ઉલેખનીય છે કે, માત્ર અમદાવાદ જ નહિ પરંતુ આવી જ સ્થિતિ કંડલામાં કસ્ટમ હાઉસમાં પણ જોવા મળી હતી. જયાં બિલ્ડિંગની ઉપર લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની છત ઉડી ગઈ હતી. ભારે પવન અને વરસાદને પગલે પૂર્વ કચ્છમાં ઠેર ઠેર થાંભલા પડી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભુજનો કંઢેરાઈ – પધ્ધર માર્ગ વચ્ચે વીજળીના થાંભલા પડી ગયા હતા. જેને કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.